વઢવાણ જીઆઇડીસીમાં ઠેરઠેર રસ્તાઓ બન્યા બિસ્માર

Wadhwan News - bismar became the only road in vidhan gidc 075011

DivyaBhaskar News Network

Sep 11, 2019, 07:50 AM IST
વઢવાણ જીઆઇડીસીમાં હાલ વરસાદી પાણી ભરાયા છે. જ્યારે મુખ્ય રસ્તાઓ પર ગાબડાઓ પડ્યા છે. આથી આ રસ્તા રીપેરીંગકરી વરસાદી પાણી નિકાલની માંગ ઉઠી છે. જ્યારે બીજીતરફ કારખાનાઓમાં આવતા કારીગરો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

ભોગાવા નદી સામાકાંઠે 4 ફેઝમાં 500થી વધુ એકમો બનાવાયા છે. આ ઔધોગીક એકમોમાં હજારો કારીગરો કામકરી રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે શરૂઆતના કારખાના સુધી પહોંચવામાં કારીગરોને મુશ્કેલી અનુભવી રહ્યા છે. વઢવાણ જીઆઇડીસીને જોડતો કોઝવે તુટી ગયો છે. વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં ભુગર્ભ ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે. આ ઉપરાંત અનેક એકમોમાં વરસાદી પાણી જમા થયા છે. આથી ઉધોગપતિઓ અને કારીગરો પરેશની ભોગવી રહ્યા છે. આ અંગે દેવીસીંગભાઇ સોલંકી, ભરતભાઇ, યુવરાજસિંહ મોરી વગેરેએ જણાવ્યુ કે વઢવાણ જીઆઇડીસીમાં લગભગ રસ્તાઓ બિસ્માર છે. ચોમાસામાં પાણી ભરાતા રસ્તાપરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતા ઉત્પાદનને અસર પડી રહી છે. આ અંગે કલેક્ટર , મામલતદાર, નગરપાલિકા અને એસોસીએશનને પણ જાણ કરી છે. આથી યોગ્ય ઝડપી કાર્યવાહીની લાગણી અને માંગણી છે.

રસ્તાઓ બિસ્માર બનતા કારીગરોને પરેશાની થઇ રહી છે.

X
Wadhwan News - bismar became the only road in vidhan gidc 075011
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી