તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં દર્દીઓને ફ્રૂટ અને બાળકોને બિસ્કિટ વિતરણ કરી જન્મદિવસની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણ | આજના યુગમાં લોકો પોતાના જન્મ દિવસની પોતાના મિત્રો કે સખીઓ સાથે ઉજવણી કરતા હોય છે અને પાર્ટીઓ કરી મસમોટા ખર્ચાઓ કરતા હોય છે. પરંતુ જસદણ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ રમાબેન મકવાણાએ પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રુટ વિતરણ અને આર્થિક પછાત વિસ્તારના બાળકોને બિસ્કિટ વિતરણ કરી પોતાના જન્મ દિવસનો આનંદ મેળવી લોકોને નવી પ્રેરણા આપી હતી. તેમણે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈપણ જાતના ઠાઠમાઠ વગર સાદગી પૂર્ણ રીતે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો