તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરકલા નજીક બાઇક સ્લિપ થતા બેનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભુમિ દ્વારકા જિલ્લાના ચરકલા નજીક ગુરગઢ ગામની ગોલાઇ પાસે પસાર થતુ ડબલસવારી બાઇક સ્લીપ થઇ રોડ પરથી ઉતરી પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક યુવાન અને પાછળ બેઠેલા પ્રૌઢનુ મૃત્યુ નિપજયુ હતુ.બાઇક અકસ્માતમાં એક સાથે બે માનવજીંદગી હોમાતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

દ્વારકા તાલુકાના ચરકલા ગામે રહેતા પ્રદિપસિંહ રણજીતસિંહ પરમાર નામનો યુવાન ગત તા.26મીના રોજ રાત્રે બાઇક પાછળ પરીવારના અજીતસિંહ લખમણજી પરમાર(રે.ચરકલા) નામના પ્રૌઢને બેસાડી ચરકલા-દ્વારકા હાઇવે પર પસાર થઇ રહયો હતો ત્યારે ગુરગઢ ગામની ગોલાઇ પાસે બાઇક ચાલકે એકાએક કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.જે ગોઝારા અકસ્માતમાં ચાલક પ્રદિપસિંહ(ઉ.વ.20) અને બાઇકસવાર અજીતસિંહ લખમણજીને શરીરે ગંભીર ઇજા બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયુ હતા.

અકસ્માતના આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ ઉપરાંત મૃતકના પરીજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા.બાઇક અકસ્માતમાં એક સાથે બે બે માનવ જીંદગી હોમાતા પરીવારમાં ઘેરા શોકનુ મોજુ ફરી વળ્યુ છે.જયારે પંથકમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,ગુરગઢ ગામની ગોલાઇ પાસે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે.જેના પગલે સ્થાનિકો દ્વારા ગોલાઇ દુર કરવા માટે રજુઆતો કરવામાં આવે છે.જોકે,તંત્ર દ્વારા હજુ સુધી ભયજનક મનાતી આ ગોલાઇના પ્રશ્નનુ નિરાકરણ લાવવામાં ઉદાસીનતા સેવવામાં આવી રહી હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...