તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેલવાડા નજીક બાઇક - આખલા વચ્ચે અકસ્માત, જીઅારડીનાં જવાનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊનાના દેલવાડા નજીક જીઆરડી જવાન બાઇક લઇ ઊના તરફ આવી રહયો હતો. ત્યારે અચાનક જ આખલો આડે ઉતરતા બાઇક આખલા સાથે અથડાયું હતું. અને આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં મોત થયું હતું. જયારે અન્ય બાઇક ચાલક બે યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊના જીઆરડીમાં ફરજ બજાવતા કમલેશ વાઢેર (રહે. ઊના વિદ્યાનગર) તેવો બાઇક નં.જીજે -3 -ઇસી -7004 પર દેલવાડાથી ઊના તરફ આવતો હોય એ દરમિયાન રાત્રીના સાડા અગીયાર વાગ્યાની આસપાસ દેલવાડા ગામ નજીક રસ્તા પર અચાનક આખલો આડે ઉતરતા બાઇક અથડાયું હતું. અને અકસ્માત સર્જાયો હતો. આ યુવાનને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતાં સારવારમાં મોત થયું હતું. જ્યારે આ અકસ્માત સર્જાયેલ ત્યારે અન્ય એક બાઇક નં.જીજે 32 એફ 1704 નો ચાલક એજાજ અલ્લારખા ચાવડા રહે. નાલીયા માંડવી તથા તેમની પાછળ બેઠેલા સાહેદ બન્ને યુવાનો ત્યાથી બાઇક લઇને પસાર થતા હતા. ત્યારે તેમની સાથે પણ આ બાઇક અથડાતા બન્ને યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનાં ધડાકાભેર અવાજથી આજુબાજુના લોકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકો એકત્ર થઇ ગયા હતા. આ અકસ્માતમાં આખલાનું પણ મોત થયું હતું તેમજ બાઇક પણ સળગી ગયું હતું. જોકે મૃતક યુવાન દારૂની ગાડી પકડવા પીછો કરતો હોય જે વાતની અફવા હોવાનું જણાવી પીએસઆઇ રાજ્યગુરુએ વાતનું ખંડન કર્યુ હતું. આ અંગે એજાજ અલ્લારખા ચાવડાએ ઊના પોલીસમાં મૃતક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. આ યુવાન મિત્રની બાઇક લઇ જતો હોવાનું જાણવા મળે છે.

_photocaption_મૃતક જવાન*photocaption*

_photocaption_અકસ્માત બાદ બાઈકમાં આગ લાગતા બળીને ખાક થઈ. }જયેશ ગોંધીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો