તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા સરાકડીયા, રાણીંગપરાના મતદારો કરશે ચૂંટણીનો બહિષ્કાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભા તાલુકાના મોટા સરાકડીયા અને રાણીંગપરા ગામના ચાર હજાર જેટલા ગ્રામજનો દ્વારા 23 એપ્રિલના રોજ લોકસભાના મતદાનનો બહિષ્કાર કરવા અંગે ખાંભા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવતા હાલ તંત્ર મુંઝવણમા મુકાયું છે. બંને ગામના લોકોને છેલ્લા 2012માં મંજુર થયેલા ડેમનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે અને 2017માં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે તે વળતર ન મળતા આખરે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

મોટા સરાકડીયા અને રાણીંગપરાના ગ્રામજનોએ લોકસભા ચુંટણીમા મતદાનનો બહિષ્કાર કરવા નક્કી કર્યુ હોય આજે ખાંભા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સાથે જાણ કરી છે. બંને ગામના સરપંચની આગેવાનીમા મામલતદારને જણાવ્યું હતું કે 2012માં રાણીંગપરા નાની સિંચાઈ યોજના હેઠળ મોટા સરાકડીયા ગામ ખાતે ડેમ મંજુર થયેલો હતો. ત્યારે આ ડેમનું ખાતમુર્હુત કરાયું હતુ. બાદમાં સામાન્ય કામ કરી આ ડેમનું કોઈ કારણોસર કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું હતું. જ્યારે 2017 ફરી વિધાન સભાની ચૂંટણી આવી ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં બંને ગામના ખેડૂતોએ કાર્યપાલક ઈજનેર, મામલતદાર, કોન્ટ્રાક્ટરની રૂબરૂ મિટિંગ બોલાવવામાં આવી હતી. અને બાદમાં ખેડૂતોને વળતર પણ જાહેર કર્યું હતું. પરંતુ ખેડૂતોને વળતર તો આજદિન સુધી ચુકવવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...