તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીને પ્લાસ્ટિકમુક્ત બનાવવા વિરાટ રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં પ્લાસ્ટિક વપરાશનું વધતું પ્રમાણ અટકવવા વડાપ્રધાન મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ ટાળવા અપીલ કરી હતી અગામી દિવસમાં કેન્દ્ર સરકાર તેના પર કડક નિયમ બનાવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે મોરબીને પણ પ્લાસ્ટિક વપરાશનો ઉપયોગ નહિવત કરી કાપડ કે ઝૂટના થેલાનો ઉપયોગ અંગે લોકોમાં જાગૃતતા લાવવા પ્લાસ્ટિક મુક્ત મોરબી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયાની આગેવાની માં રેલીને નીકળી હતી અને વિવીધ વિસ્તારમાં ફરી નેહરુગેટ ચોક ખાતે સભામાં પરિણમી હતી.નેહરુગેટ ચોક ખાતે દીપ પ્રગટ્ય અને પ્રવચન બાદ બાળકો દ્વારા અલગ અલગ કાર્યક્રમ દ્વારા લોકોને પ્લાસ્ટિક વપરાશથી થતા ગેરફાયદા અંગે સમજણ આપી હતી અને બિન જરૂરી પ્લાસ્ટીક વપરાશ ટાળવા તેમજ કાપડ થેલીનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હાજર લોકોને ૧૦ હજાર જેટલી કાપડ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને પ્લાસ્ટિક બેગનો વપરાશ ન કરવા અથવા ખુબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાના સંકલ્પ લેવળાવ્યા હતા સામાન્ય રીતે જિલ્લા ભાજપ હોય કે જાહેર કાર્યક્રમમાં આગેવાની પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા લેતા હોય છે જોકે પ્રથમવાર તેમણે તેમના પુત્ર પ્રથમને રેલીની કમાન સોપતા જાણે પિતાના પગલે જાહેરજીવનમાં આડકતરી રીતે એન્ટ્રી લીધી છે તેવી પણ અટકળોએ જોર પકડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...