તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળી તાલુકામાં અનેક ગામોમાં મળતાં ખનીજને બારોબાર વેચી ભુમાફિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકામાં અનેક ગામોમાં મળતાં ખનીજને બારોબાર વેચી ભુમાફિયા લાખો રૂપિયા કમાઇ સરકારને નુકશાન પહોંચાડે છે. ત્યારે મૂળીનાં ખંપાળીયા ગામે વાડી વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ખનિજનું ખોદકામ કરવામાં આવે છે. જેમાં ખંપાળીયા ગામે રહેતા કાળુભાઇ ધુધાભાઇ સાકરીયા પોતાના ખેતરે હતા. તે દરમિયાન ગામનાં જ ખનાભાઇ ટપુભાઇ વનાળીયા, શિવાભાઇ ટપુભાઇ વનાળીયા અને જેસાભાઇ વાધાભાઇ વનાળીયા તેમના ખેતરમાં ખોદકામ કરતા હતા. આથી કાળૂભાઇએ તેમને ના પાડતા ત્રણેય જણ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે ગીતાબેન તેમજ તેમના દિકરા મયુર અને કાળુભાઇને ઇજાઓ પહોંચાડ્યાની ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...