ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડો. રવિદર્શનજીના ચિત્રોનું વડોદરાની આર્ટ ગેલેરીમાં પ્રદર્શન
ગોંડલ | ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડો. રવિદર્શનજી દ્વારા પ્રાચીન ચિત્રકાર રાજા રવિ વર્માની શૈલીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલાં ચિત્રોનું પ્રદર્શન વડોદરાની આર્ટ ગેલેરી કિર્તી મંદિર ખાતે 14 થી 16 ડિસેમ્બર દરમિયાન રખાયું છે. ઉદ્દઘાટન વડોદરાના મહારાજા સમરજીતસિંહજી, રાજમાતા શુભાંગીની રાજે, રાજવી પરીવાર દ્વારા થનાર છે, જ્યારે ગોપાલરત્ન પૂ. ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહેનાર છે. પુ. ઘનશ્યામજીએ સંસ્થાની જવાબદારી પુત્ર રવિદર્શનજીને સોંપ્યા બાદ 1997માં હોમિયોપેથીક મેડીકલ ડીગ્રી પ્રાપ્ત કર્યા બાદ કલા-ચિત્રકામનાં અદમ્ય ખેંચાણથી કલમને હાથમાં પકડી દેશનાં વિખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માને ગુરુ તરીકે સ્વીકારી તેમની શૈલીમાં ચિત્રકામની શરૂઆત કરી. 2015 દરમિયાન રવિદર્શનજીએ ચિત્રકલા સાધના સાથે પાંચ વર્ષમાં 15 ચિત્રો બનાવ્યા, ઉપરાંત ગોંડલ ખાતે આર્ટ ગેલેરી સ્થાપી. રંગોના ઉત્સવ સમા ચિત્રોને સુંદર સ્થળો, પેલેસ, ભવ્ય રજવાડી પોશાક, અલંકારો અને અંગત સંગ્રહાલયમાંથી પ્રેરીત કલાકિર્તીઓથી સજાવાયા છે.