તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊના તાલુકાના ગાંગડા ગામ પાસે ભાવનગર નેશનલ હાઇવે રસ્તો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના તાલુકાના ગાંગડા ગામ પાસે ભાવનગર નેશનલ હાઇવે રસ્તો પસાર થતો હોય અને અા સ્તાનું કામ શરૂ હોવાથી અને રસ્તા પર માટી તેમજ પથ્થરોના કારણે લોકોને વાહનની રાહ જોવા માટે ક્યા ઉભવુ મુશ્કેલ બની ગયુ છે. પરંતુ એક વનવે રસ્તા ચાલુ હોય ત્યારે સામેથી અન્ય વાહન આવતા જતા હોય છે. ઉપરાંત એક સાઇડમાં રોડ પર માટી બીજી તરફ નાળુ નબળુ હોવાનું હોવાથી વાહન અકસ્માતનો ભય રહેતો હોય છે. નેશનલ હાઇવે રોડ પરથી નાના મોટા વાહનોમાં આવતા જતા ગાંગડા સહીત અાજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો રાહદારી, વિદ્યાર્થીઅો,મજુરો વાહનની રાહ જોવા માટે રસ્તા પર માટી તેમજ પથ્થરના ઢગલા પર ઉભા રહી વાહનમાં બેસવુ પડે છે. જ્યારે બીજી તરફ સાઇડમાં નબળુ નાળુ હોવાના કારણે રસ્તા પર સામ સામે વાહન આવતા અકસ્માતનો ભય રહે છે. લોકોને બેસવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...