તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદનાં કંથારીયા બાલાનીવાવ સીમમાં વનરાજે કર્યુ ભુંડનંુ મારણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલા જાફરાબાદ પંથકમા વાડી ખેતરોમા જંગલી ભુંડનો ત્રાસ વધ્યો છે જેના કારણે ખેડૂતો ચિંતિત છે. ત્યારે અહીના કંથારીયા બાલાની વાવ ગામની સીમમા આવેલ એક વાડીમા સિંહે જંગલી ભુંડનો શિકાર કરતા ખેડૂતોએ રાહત અનુભવી છે.

આ પંથકમા આવેલ વાડીમા જંગલી ભુંડ દિવસ રાત ટોળામા આંટાફેરા મારે છે અને ઉભા પાકનો સોથ બોલાવે છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડે છે. ખેડૂતોને પણ રાત ઉજાગરા કરવા પડી રહ્યાં છે. જો કે આ વિસ્તારમા સાવજોની હાજરી હોય અને ગતરાત્રીના એક સિંહે જંગલી ભુંડનો શિકાર કરી મિજબાની માણી હતી.

બાલાનીવાવ ગામના સિંહપ્રેમી એવા પ્રતાપભાઈ વરૂએ જણાવ્યું હતું કે ભૂંડનો ત્રાસ વધુ રહે છે. સિંહો શિકાર કરે છે જેના કારણે અમારા ખેડૂતોને સારું છે. જમીનના પાકોનું સિંહો ધ્યાન રાખે છે. આ વિસ્તારમાં સિંહોને અમે સાચવીએ છીએ. તસવીર- કે.ડી.વરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો