તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુંડલા મનાેરાેગી મહિલાઅાેના જીવનમાં નવી ઉર્જા અર્થે ભાગવત કથાનાે પ્રારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવરકુંડલાથી ૫ કિલોમીટર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિરમા હાલ ભાગવત કથા રસપાન કરાવાઈ રહ્યું છે. માનવ મંદિરમાં હાલ ૫૫ જેટલી મહિલાઓ ભક્તિબાપુના સાનિધ્યમાં પૂનઃ જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આ મનોરોગી મહિલાઓના જીવનમાં નવી ઉર્જા આવે જલ્દીથી સાજા થઇ સમાજમાં પુનઃ સ્થાપિત થાય તે હેતુસર ભક્તિબાપુ દ્વારા દવા, દુઆ અને હવા તેમજ વિવિધ પ્રયોગોના માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ 55 મનોરોગી બહેનોના જીવનને નવી ઉર્જાથી અભિભૂત કરવાના હેતુસર ભાગવત સપ્તાહનું રસપાન અમેરિકા સ્થિત ભાગવતાચાર્ય ગોરધનભાઈ પાઘડાળ દ્વારા થઈ રહ્યાે છે. છેલ્લા 50 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સી ખાતે રહી અમેરિકન ગવર્મેન્ટની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ગોરધનભાઈએ ભાગવત કથા વાંચવાનું ચાલુ કર્યું હતુ. સાવરકુંડલા માનવ મંદિર ખાતે ગોરધનભાઈની આ 61મી ભાગવત કથા શરૂ છે. સમાજ માટે કંઈક કરી છૂટવું એવી ગોરધનભાઈની વિચારધારાએ આજે છેક અમેરિકાથી સાવરકુંડલા ભાગવત કથા દ્વારા ભક્તિ બાપુના મનોરોગી બહેનોના જીવનમા નવો પ્રકાશ આપવાના પ્રયાસને સમર્થન આપવા માટે અહીં આવ્યા છે.

ગોરધનભાઇની 61 મી કથા: 55 મનાેરાેગી મહિલા માનવ મંદિર અાશ્રમે સારવાર લઇ રહી છે

_photocaption_બાપુ વિનામૂલ્યે કથા વાચી મનોરોગીને સંભળાવે છે. } સાૈરભ દાેશી
*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો