ભગતસિંહને ભારત રત્નની માંગ સાથે સોમનાથથી રેલી, 15મીએ મોરબી પહોંચશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઝાદીનાં ક્રાંતીવીર શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આગામી તારીખ ૧૫ ના રોજ મોરબી આવવાની છે. ત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્વારા સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે . સાયકલયાત્રા મોરબીના ભક્તિનગર સર્કલથી પ્રવેશ કરશે અને શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ, સરદાર રોડ, નહેરુગેટ, ગ્રીન ચોક ,એલ.ઈ કોલેજ રોડ, સૌ ઓરડી, નેશનલ હાઈવે, , મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થશે. રૂટમાં આવતા તમામ સ્ટેચ્યુ પર ફુલહાર પણ કરવામાં આવશે.મોરબીની ક્રાંતિકારી સેના, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, યંગ ઇન્ડિયા ગ્રુપ અને યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા આ સાયકલયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...