તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવરકુંડલાના સ્વાતંત્રય સેનાની સુરેશભાઈના ધર્મપત્ની ભદ્રાબેન આજે પણ 85

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાના સ્વાતંત્રય સેનાની સુરેશભાઈના ધર્મપત્ની ભદ્રાબેન આજે પણ 85 વર્ષે પણ તેમની રાહ પર ચાલી રહ્યા છે. આજે પણ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને મહત્વકાંક્ષી નિર્ણય લઈ આગળ વધવું અને સ્વમાની એ જ મહિલાનું સ્વામાન છે. તેવું ભદ્રાબેન અહીની બા‌ળકીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સાવરકુંડલામાં સ્વાતંત્રય સેનામાં જોડાયેલા સુરેશભાઈના લગ્ન ભદ્રાબેન સાથે થયા હતા. ભદ્રાબેનએ સમાજ સુધારા માટે સ્વાધ્યાયમાં જોડાયા હતા. ત્યાર બાદ બંનેએ પાંડુરંગ શારત્રીની આવેલી તક સ્વીકારીને શાહપુર,જૂનાગઢ,ખડસલી, તળાજા અને ગ્રામ્ય વિસ્તારમાં સમાજને સુધારવા માટે રહ્યા હતા. ત્યારે બાદ ફરી સુરેશભાઈ અને ભદ્રાબેન સાવરકુંડલામાં આવ્યા હતા અને ક્ન્યા છાત્રાલયની સ્થાપના કરી હતી. ત્યારે સુરેશભાઈના નિધન બાદ પણ આજે ભદ્રાબેન 85 વર્ષની ઉમરે તેમના રાહ પર ચાલી રહ્યા છે. ત્યારે આજે પણ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના ફોન આવે છે. ત્યારે ભદ્રાબેન તેમને મહત્વકાંક્ષી નિર્ણય લઈ આગળ વધવુ અને સ્વમાની એ જ વિદ્યાર્થીઓનું સ્વામાન છે તેવું માર્ગદર્શન આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...