ઉદ્યોગ, ખેતી અને હવે શિક્ષણમાં પણ પછાત વલ્લભીપુર તાલુકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલભીપુર તાલુકો ઔદ્યોગીક,વેપાર અને ખેતીમાં ક્ષેત્રમાં પછાત હતો હવે તેમાં શિક્ષણનો ઉમેરો થયો છે. વલભીપુર તાલુકો એ ભાવનગર જિલ્લાનો ભાલ પ્રદેશનો છેવાડો ગણાય છે. અને ભાલ નો અર્થ કપાળ(લલાટ) તેવો થાય છે. મતલબ જે રીતે મનુષ્યનાં કપાળ(ભાલ)નાં ભાગે રૂવાટી પણ ઉગતી નથી. તે રીતેજ આ તાલુકામાં હજુ મોટા ભાગની ખેતીની જમીન ચોમાસા પર આધારિત છે.

આ તાલુકામાં એકપણ મોટો કે લઘુ ઉદ્યોગ પણ લલાટે લખાયેલ નથી. એક માત્ર હિરા ઉદ્યોગ છે પરંતુ છેલ્લાં બે-ત્રણ વર્ષથી મોટા મોટા કારખાનાઓને તાળા લાગી ગયા છે. આ રહ્યો છ્હયો હિરા ઉદ્યોગને પણ શહેરીકરણનું ગ્રહણ લાગી જતાં તેની હાલત પણ હાલક ડોલક થવા લાગી છે. હાલમાં જે કાંઈ હીરા ઉદ્યોગ છે તે ફકત બે ચાર ઘંટીઓ પુરતો અને ફકત મહિલા કારીગરો પુરતો ટકી રહ્યો છે.

રહી વાત ખેતીનો તો આ તાલુકાની એકપણ સિંચાઇ યોજના પોતાની નથી જેથી મોટાભાગની ખેતી ચોમાસા સાથે કુદરત પર આધારીત હજુ છે કારણ કે, નર્મદા કેનાલનાં નીર સમગ્ર તાલુકાનાં ખેડુતો ને લાભ મળતો નથી. તેથી ફકત ચોમાસા દરમયાન ખરીફ પાક લઇ ખેડુતોને બાકીનાં 6-7 માસ આરામ આરામ.

આ બધી મુશ્કેલીઓમાંથી તો છુટકારો મળતો નથી. તેમાં હવે શિક્ષણનો ઉમેરો થતો હોય તેવું ચિત્ર છેલ્લાં ચાર-પાંચ વર્ષથી નજર સમક્ષ આવીર રહ્યું છે. અલબત્ત, શહેર અને તાલુકામાંથી અંદાજે પ્રતિ વર્ષ 10-12 કુંટુબો ભાવનગર તરફ સ્થાળંતર કરી રહ્યાં છે તેમાં હાદ તો ત્યાં થાય છે કે ખુદ શિક્ષકો પોતાના સંતાનોને ભાવનગર ખાતે આવેલ નામાકિત શાળાઓમાં અભ્યાસ અર્થે બેસાડતા હોય ત્યાં આ તાલુકા સ્થળે કે ગ્રામ્ય વિસ્તારોમાં કંઇ રીતે શિક્ષણ સુધરશે?

તાલુકાનું શિક્ષણ કથળતુ જાય છે તેનો વરવો અને આંખ ખોલનારો દાખલો આપી શકાય તેમ છે. શહેર ખાતે આવેલ લેઉઆ પટેલ વિદ્યાર્થીઓનાં કુમાર અને કન્યાનાં આલીશાન છાત્રાલયોની અંદર હાલની તારીખે એકપણ વિદ્યાર્થી નથી. જયારે બાકુંવરબા રાજપૂત છાત્રાલયની અંદર આંગળીનાં વેઢે ગણી શકાય તેટલા વિદ્યાર્થીઓ છે. જયારે એક સમયે આ બન્ને છાત્રાલયોની અંદર વિદ્યાર્થીઓનું વેઇટીંગ લીસ્ટ રહેતું.

અન્ય સમાચારો પણ છે...