તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ બેઠક પૂર્વે ભાજપ-કોંગ્રેસ આમને -સામને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 27 ફેબ્રુઆરી

આગામી પહેલી માર્ચે મહુવા નગર પાલિકાની બજેટ બેઠક મળનાર છે. ત્યારે આ બેઠક પૂર્વે ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા છે. હાલમાં કલેકટરના આદેશથી ભાજપના જીતેનભાઈ પંડયા કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યાં છે. હાલમાંતો નગરપાલિકામાં કુતરૂ તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી જેવી સ્થિતિ ઉભી થઈ છે.

મહુવા નગરપાલીકાના 36 સદસ્યો પૈકી ગેરલાયક ઠરાવવામાં આવેલ સભ્યો હાઇકોર્ટના શરણે ગયા છે. કોર્ટ દ્વારા આખરી હુકમ સુધી ગેરલાયક ગણવા હુકમ થયેલ છે. બાકીના 29 સદસ્યો પૈકી 13 કોંગ્રેસ પાસે અકબંધ છે અને 12 ભાજપ પાસે અકબંધ છે. 4 સદસ્યોનું સ્ટેન્ડ નક્કી નથી. તા.1/3ના બજેટ બેઠક બોલાવવામાં આવી છે. હાલ ભાજપના જીતેનભાઇ પંડયા કાર્યકારી પ્રમુખની સત્તા જીલ્લા કલેકટરના આદેશથી સંભાળી રહ્યાં છે.

આ તબ્બકે નગરપાલીકાના પ્રાદેશિક કમીશ્નરએ મ્યુની. અધિનિયમ 1963ની કલમ 51 મુજબ કોંગ્રેસના વિવિધ કમીટીના ચેરમેન આજની તારીખે પણ પાકતી મુદત સુધી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી શકે છે. તેવો હુકમ ફરમાવતા પ્રમુખ ભાજપના અને સમિતિ�ઓ કોંગ્રેસની એવો ઘાટ ઘડાતા કુતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણીજેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

મહુવા શહેર કોંગ્રેસ પ્રમુખ નિતિનભાઇ દવેએ એક નિવેદનમાં જણાવેલ છે કે, તા.29/12/2018ની સાધારણ સભામાં બહુમતી પુરવાર ન થતા નગરપાલીકાની કમીટીના ચેરમેન કાર્યભાર સંભાળી ન શકે તેવો કુપ્રચાર ભાજપના આગેવાનોએ કરતા આ બાબતે નગરપાલીકાના પ્રાદેશિક કમીશ્નરએ મ્યુની.અધિનિયમની કલમ 51 મુજબ કોંગ્રેસના વિવિધ કમીટીના ચેરમેન આજની તારીખે પણ પાકતી મુદત સુધી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી શકે છે. તેવો આદેશ જારી કરતા હુકમમાં ટેકનીકલ બાબતોનો ઉલ્લેખ કરી સમિતિ�ઓ રદ થતી નથી તા.24/7/2018ના સામાન્ય સભામાં રચાયેલ સમિતિ રદ થતી નથી તેમ જણાવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો