હાલ વાતાવરણમાં આવેલા ઓચિંતા ફેરફારનાં કારણે મનથી ભારે ગતિમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ વાતાવરણમાં આવેલા ઓચિંતા ફેરફારનાં કારણે મનથી ભારે ગતિમાં પવન ફુંકાઇ રહયો છે. જેની અસરનાં કારણે ઘણા વૃક્ષો અને અસ્કયામતોને નુકસાની થતી હોય છે. ત્યારે ઊનાનાં સામેતર ગામેથી પસાર થતા હાઇવે ઉપર ભારે પવનનાં કારણે તોતીંગ વૃક્ષ અને વીજપોલ ધરાશાયી થઇ ગયા હતાં. જોકે સદનસીબે કોઇ જાનહાની થયાની ઘટના બની ન હતી. ઊના ભાવનગર રોડ પર આવેલ સામતેર ગામે હાઇવે રોડ પર વિજ પોલ ધરાશાઇ થતાં જાનહાની ટળી હતી. હાઇવે રોડ પર 24 કલાક વાહનોની અવર જવર થતી હોય છે. અને આ વિજપોલ રાત્રીના સમયે વાતારણમાં પલ્ટો આવતા અને ભારે પવન ફુકાતા ચાલુ વિજ પોલ સાથે વૃક્ષ પણ ધરાશાઇ થયુ હતુ. જયારે આ રસ્તા પર ઘટના સમયે જાનહાની થતી અટકી હતી. પોલ ધરાશાઇ થતાં આજુબાજુના લોકોએ તાત્કાલીક પીજીવીસીએલને જાણ કરાતા વિજપુરવઠો બંધ કરી દેવાયો હતો. અને આ વિજપોલની સાથે એક બાજુમાં એક વૃક્ષ પણ ધરાશાઇ થયેલ હતું. બાદ સવારે ધરાશાઇ વિજપોલને દૂર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...