તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરવાળા ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સ ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણ તાલુકાના ભાડલા પોલીસ મથક હેઠળના બરવાળા ગામના પાદરમાં કુંદણી ગામ જવાના કાચા રસ્તે આવેલ પંચાયતના જિલ્લા કુવાની ઓરડી પાસે જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની ભાડલા પોલીસ મથકના પીએસઆઈ એન.એચ જોષીને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમતા વિજય જેહાભાઈ નાગડકિયા, ભરત નથુભાઈ રોજાસરા, જેન્તી દાહાભાઈ નાગડકિયા, વિજય દાહાભાઈ ડાભી, જેન્તી દેવાભાઈ કુકડીયા, જેન્તી દેવશીભાઈ કુકડીયા, મહેશ ધીરુભાઈ ઝાપડીયા, ભરત સોમાભાઈ ડાભી અને દિનેશ ગોરધનભાઈ ખોખર(રહે બધા-બરવાળા,તા-જસદણ)નામના 9 શખ્સોને રોકડ રૂ. 47,૩૦૦ અને મોબાઈલ ફોન નંગ-2 રૂ.1000 મળી કુલ રૂ. 48,૩૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...