તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સા.કુંડલા તાલુકાની બેંકોને કેશ લેવા ધારી ધક્કો ખાવો પડે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની બોર્ડ મિટીંગ મળી હતી. જેમા સાવરકુંડલા તાલુકામા આવેલ બેંકોને કેસ લેવા માટે ધારી ધક્કો ખાવો પડે છે. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની બોર્ડ મીટિંગ મળેલ જેમાં ચેરમેન અશ્વિનભાઈ ઉપાધ્યાય તેમજ હસુભાઈ સૂચકે જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકો સૌથી મોટો તાલુકો છે. સાવરકુંડલા તાલુકાના 84 ગામનું હટાણું છે. તેમજ સાવરકુંડલામાં નાની મોટી 14 બેંકો હાલ કાર્યરત છે. કાંટાનો ખુબ જ મોટો વ્યવસાય અમરેલી જિલ્લામાં ફક્ત સાવરકુંડલામાં જ કાર્યરત છે. અને આ તાલુકાની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કરન્સી ચેસ્ટ છેલ્લા 100 વર્ષથી કાર્યરત છે. અને જે ચેસ્ટ તા.૩૧/૧/૨૦૨૦ના રોજથી બંધ કરવા બાબતની બધી બેંકોને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી જાણ કરવામાં આવેલ છે. જેથી કરીને સાવરકુંડલા તાલુકાના 84 ગામો તથા નાની મોટી સાવરકુંડલા તથા તાલુકાની બેંકોને કેસ લેવા માટે ધારી જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે. તો આ અંગે સાવરકુંડલા તાલુકાના રહીશો વેપારીઓ દ્વારા કરન્સી ચેસ્ટ ચાલુ રાખવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો