તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજાણા ફાટક 4 દિવસથી બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીથી બજાણા, માલવણ અને સુરેન્દ્રનગરનો રસ્તો કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ રસ્તેથી ટ્રેલર, ટ્રક અને ડમ્પરો સહિતના સાધનોની રાત-દિવસ અવર-જવર ચાલુ જ રહે છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા બજાણા રેલ્વે ફાટક રીપેરીંગના બહાના હેઠળ ચાર દિવસ બંધ કરીને ટ્રાફિક બજાણાથી વાયા પીપળી અને અખીયાણા થઇ માલવણ હાઇવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બજાણાથી વાયા પીપળી થઇ અખીયાણાનો રસ્તો સીંગલ પટ્ટી હોવાથી મસમોટા વાહનોની અવર જવર રહેવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક કલાકનો રસ્તો પસાર કરવામાં વાહનચાલકોને ટ્રાફિક જામના લીધે ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. આ અંગે સુરેશભાઇ ભાવસારે આક્રોશ સાથે જણાવ્યું કે, અમને ખેરવાથી વાયા પીપળી થઇને બજાણા પહોંચતા 3 કલાકથી પણ વધારે સમય લાગ્યો હતો. આ સીંગલ પટ્ટી રસ્તા પર જવાના બદલે વાહનચાલકોને માલવણથી વાયા વિરમગામ ફુલકી થઇ પાટડી આવવુ સારૂ રહે. તસવીર : મનિષ પારીક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો