તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરા પાલિકાની વેરા વસુલાતની કાર્યવાહી: મિલકતની જપ્તી શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરા નગરપાલિકા દ્વારા આજે વેરા વસુલાતમાં પાલિકાના બાકી નાણા ન ભરનાર સામે કડક કાર્યવાહી કરી જપ્તીની કામગીરી શરૂ કરેલ છે. જેનાથી બકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અભિયાનની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી. જે અંતર્ગત મોટા બાકીદારને નગરપાલિકા અધિનિયમની કલમ ૧૩૨ અને ૧૩૩ અંતર્ગત બાકી બિલો અને નોટિસ આપવામાં આવેલી હતી. તેમ છતા કરવેરાની રકમ ભરપાઇ ન કરતા વેરા વસૂલાત અભિયાન અંતર્ગત બગસરાની એક ઓઇલ મીલ, એક દુકાન અને ત્રણ મકાનની મિલકત જપ્તીમાં લેવામાં આવેલ છે. જેમાં નટવર નગર ખાતે આવેલ અમૃત ઓઇલ મીલ તેમજ દરબારગઢ શેરીમાં રહેલ એક દુકાન અને બે મકાનો તથા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ એક મકાનને વેરો ના ભરવાના ગુના હેઠળ મિલકત જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં અન્ય બાકીદારો પાસે પણ મિલકત જપ્તી સહિત નામોની ઢંઢેરો પીટવાથી લઇને નળ કનેકશન કાપવા સહિતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવતા બાકીદારોમા ફફડાટ વ્યાપ્યો છે.

3 મકાન 1 દુકાન અને 1 ઓઇલ મિલને સીલ કરાઇ

અન્ય સમાચારો પણ છે...