તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનામાં ડો.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મજયંતિની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના : ઉના તાલુકા અને શહેરમાં ડો.બાબાસાહેબ આંબેડકરની 128 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શોભાયાત્રા નિકળી હતી તેમજ કાણકીયા ગામે બાળકોને ચોકલેટ આપી જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

દેલવાડામાં રામનવમી નિમિત્તે પાલખી સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નિકળી
ઊના : ઉનાના દેલવાડામાં પવિત્ર રામનવમીનાં દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની પાલખી સાથે અંજાર ઝાંપાથી ઉના ઝાંપા થઈ શ્રી રામ મંદિર સુધીની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યાર બાદ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અને વહેલી સવારથી રામ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આ તકે દેલવાડા અને આસપાસના ગામોમાંથી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

સુત્રાપાડા પંથકનાં પ્રાંચી તીર્થ ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ - નિદાન કેમ્પ યોજાશે
પ્રાંચી તિર્થ ખાતે આવતીકાલ તા.18 નાં રોજ મેગા નેત્રયજ્ઞ-નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને રાજકોટ રણછોડદાસજી ચેરી.ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. ગરમીની સિઝનમાં મોતીયાના ટાંકા વગરના ઓપરેશન આધુનિક કોલ્ડ ફેકો મશીન દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે જાદવભાઇ ચુડાસમાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

ઊનામાં સમસ્ત વાલ્મિકી સમાજની કારોબારી તેમજ જનરલ મિટીંગ યોજાઇ
ઊનામાં સમસ્ત વાલ્મિકી સમાજની કારોબારી તેમજ જનરલ મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં સમાજનાં પટેલ તરીકે રાજુભાઇ, માવજીભાઇ, તેમજ ઉ.પટેલ મનોજભાઇ ચૈાહાણ, નવામંત્રી રાહુલ વજુભાઇ ચૈાહાણ, સહમંત્રી વિજય ચૈાહાણ, કોટવાળ અશોક ચૈાહાણ, લાલાભાઇ ચૈાહાણની વરણી થઇ હતી. આ મિટીંગમાં સમાજના લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માળિયા હાટીના શહેરમાં મર્યાદા પુરૂષોત્તમ રામજીની શોભાયાત્રા યોજાઈ
માળીયા હાટીનામાં મર્યાદા પુરૂષોત્તમ રામજીની શોભાયાત્રા ધામધુમપુર્વક યોજાઇ હતી. જેમાં મહાઆરતી અને રાસ ગરબાની રમઝટ બોલાવાઇ હતી. મંદિરના મહંત બાલુભાઇ નિમાવત, પુજારી નગીનભાઇ, દિપકભાઇ સહિતના કાર્યકરોએ દુવા-છંદ ચોપાઇ દ્વારા મંદિરને ગુંજતુ કરી દીધુ હતું. આ તકે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યાં હતાં.

ઊનાનાં સંજવાપુર ગામમાં વેદમાતા ગાયત્રી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ઊનાના સંજવાપુર ગામે તા.17 થી 19 એપ્રિલ ત્રણ દિવસ વેદમાતા ગાયત્રી મંદિર ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવ દરમિયાન સમૂહ મહાપ્રસાદ તેમજ સંતવાણી કાર્યક્રમ લોકડાયરો અને હનુમાન જયંતિ મહાચંડી યાત્રાનું આયોજન પંચમુખી ગાયત્રી માતા કમિટી દ્વારા રાખેલ હોય. સમગ્ર ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી ધર્મપ્રેમી બંધુઓ સંતો અને મુખ્ય આચાર્ય ઉપસ્થિત રહી ધાર્મિક જ્ઞાન આપશે.

સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવડા ગામે યુવાનો દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન યોજાયું
પ્રશ્નાવડા : પ્રશ્નાવડા ગામે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ કાર્યકર્તાઓ દ્વારા ગામલોકોને સૌથી મોટો પર્વ ચૂંટણી પ્રક્રિયામાં મતદાન અવશ્ય કરવા માટે જાગૃત કરવા ઘરે ઘરે પેમ્પલેટ આપવામાં આવ્યા હતાં.

વેરાવળનાં આજોઠા ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરાઈ
વેરાવળ : વેરાવળ તાલુકાના આજોઠા ગામે બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 128 જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ ડો.બાબાસાહેબના જયઘોષ સાથે પુષ્પો અર્પણ કરી વંદન કર્યા હતાં. આ તકે સરપંચ વિરાભાઇ ભજગોતર, જી.પ.નાં ઉપપ્રમુખ મેરૂભાઇ પંપાણીયા સહિતના હાજર રહ્યા હતાં.

કેશોદ તાલુકાનાં અગતરાય ગામે જીવનસાથી પસંદગી માહિતી કેન્દ્ર શરૂ થશે
કેશોદના અગતરાયમાં ગોવિંદભાઇ ગોહેલ અને ટીમ દ્વારા મારો સમાજ લગ્ન વિષયક વેબસાઇટ શરૂ કરાઈ છે. જેમાં અનુસુચિત જાતિના અપરણિત યુવક-યુવતિઓની નિ:શુલ્ક નોંધણી કરાઇ છે. 17 એપ્રિલનાં જીવન સાથી પસંદગી માહિતી કેન્દ્રનું કાર્યાલય શરૂ કરાશે. ઉદ્ધાટન સામાજીક અગ્રણી બીજલભાઇ સોંદરવાના હસ્તે સવારે 7 કલાકે કરાશે. આ સાથે સમાજને ઉપયોગી જોબ પ્લેસમેન્ટ, એજ્યુકેશન, રોજગારીને લગતી વેબસાઇટ લોન્ચ થશે.

ભેંસાણમાં વાછાણી પરિવારનાં કુળદેવીનો હવન
ભેંસાણમાં વાછાણી પરિવારનાં કુળદેવી બ્રહ્માણી માતાજીના મઢે આવતીકાલ તા.17નાં હવનનું આયોજન કરાયું છે. આ તકે સમસ્ત વાછાણી પરિવારને ઉપસ્થિત રહેવા ભુવાદાદા તથા વાછાણી પરિવારે અનુરોધ કર્યો છે.

બિલખામાં આજે મહાવીર જયંતિની ઉજવણી
બિલખા ખાતે આજે તા.17નાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણ દિવસેે ત્રિશલાનંદનના વધામણા બિલખા જૈન સમાજ દ્વારા કરાશે. સવારથી દેરાસરમાં મહાવીર સ્વામીની આંગી કરવામાં આવશે અને ધર્મ ધ્યાન થશે.

સુત્રાપાડાનાં પ્રાંચી તીર્થનાં ટીંબડી ગામમાં વાણંદ સમાજનો હવન યોજાયો
પ્રાંચી : પ્રાંચી તિર્થના ટીંબડી ગામે સેન મહારાજની ધર્મશાળા ખાતે ચોરડીયા વાણંદ જ્ઞાતિના લીંમ્બોચ ભવાની માતાજીના હવનનું આયોજન કરાયું હતું. આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા અને સમુહ ભોજનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...