ઉપલેટામાં આહીર સમાજના સમૂહ લગ્ન યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉપલેટા | ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ નજીક આવેલ મોજેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમના સાનિધ્યમાં ઉપલેટા તાલુકા સમસ્ત આહિર સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજના ૨૧ નવદંપતી યુગલે પ્રભુતામાં પગલા માંડયા હતા. આ ક્ષણને વધાવવા, આશીર્વાદ આપવા તેમજ માણવા માટે આહિર સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. જુદાજુદા દાતાઓ તરફથી મળેલ દાન માટે દાતાઓના સન્માન પણ કરવામાં આવ્યા હતા. તેમજ દાતાઓ તરફથી 28 પ્રકારની કરિયાવરની વસ્તુઓ આહિર સમાજની દીકરીઓને કરિયાવર સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...