ઢેબર ગામે પાણી ભરવા મુદ્દે હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરનાં ઢેબર ગામે ફળિયામાં આવેલા પાણીનાં ટાકામાંથી પાણી ભરવા મુદ્દે મહિલા ઉપર ત્રણ વ્યકિતએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઢેબર ગામે રહેતા સવિતાબેન જીવરાજભાઇ કરકર (ઉ.વ.75)ને તેનાં ફળિયામાં આવેલા ભોય ટાંકામાંથી પીવાનું પાણી ભરવા મુદ્દે જીવરાજભાઇ કરકર, રમેભાઇ કરકર, કિરણબેન કરકરે લાકડી વડે માર માર્યો હતો. તેનાં કારણે ડાબા હાથમાં ફેકચર થઇ ગયું હતું. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.