તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગરવડમાં ખેતરના ગાડા માર્ગના મનદુ:ખના કારણે પિતા-પુત્ર પર હુમલો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે વાડી વિસ્તારમાં રહેતા આઘેડ અને તેના પુત્ર પર પાઇપ વડે હુમલો કરી ઢી઼કાપાટુનો માર માર્યાની ફરીયાદ બે મહીલા સહીત પાંચ શખ્સો સામે નોંધાઇ છે.ખેતરના શેઢા પાસે ગાડા માર્ગ ધુળ ભરીને ઉંચો લેવાની બાબતનુ મનદુ:ખ રાખીને આ હુમલો કર્યાનુ જાહેર થયુ છે. આ ઘટનાના પગલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કલ્યાણપુરના જેપુર સીમમાં રહેતા જીવાભાઇ વિસાભાઇ અમર નામના આઘેડએ પોતાના પર તથા પુત્ર હરદાસભાઇ પર પાઇપ વડે હુમલો કરી શરીરે ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ કુટુંબી કરશન વિસાભાઇ,સંજય કરશનભાઇ, રાજુ કરશનભાઇ,વાલીબેન કરશનભાઇ અને રેખાબેન સંજયભાઇ સામે નોંધાવી છે.આ હુમલામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા હતા.

ઇજાગ્રસ્ત આઘેડએ ખેતરનો ગાડા માર્ગ ધુળ ભરીને ઉંચો લેતા તેની બાજુમાં જ ખેતર ધરાવતા શેઢાપાડોશીઓએ મનદુ:ખ રાખીને આ હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની ફરીયાદ પરથી પોલીસે બે મહિલા સહીત પાંચેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો