તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખા પાલિકા પૂર્વ મહિલા પ્રમુખ સામે એટ્રોસીટી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓખા નગરપાલિકામાં ક્લાર્ક તરીકે 13 વર્ષની ફરજ બજાવતા આરંભડાના એક કર્મચારીને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવા સબબ પાલિકાના તત્કાલીન મહિલા પ્રમુખ સામે એટ્રોસીટીની ફરિયાદ નોધાઇ છે.પોલીસે ફરિયાદના આધારે તત્કાલીન મહિલા પ્રમુખ સામે આગળની કાર્યવાહી આરંભી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતિ વિગતો મુજબ ઓખા મંડળના આરંભડા વિસ્તામાં જયઅંબે સોસાયટી ખાતે રહેતા અને ઓખા નગરપાલિકામાં વર્ષ 2007થી ક્લાર્ક તરીકે નોકરી કરતા દિનેશ રજનીકાંતભાઇ પરમાર નામના અનુસૂચિત જાતિના યુવાનને ઓખા પાલિકામાં જે તે સમયના મહિલા પ્રમુખ વંદનાબેન હિંમતલાલ વિઠ્ઠલાણીએ પુર્વગ્રહ રાખી ચિફ ઓફીસરને રિપોર્ટ કરી નોકરીમાંથી છુટા કરી દિધા હતાં.જેથી ભેદભાવ રાખી અનુસુચિત જાતીના હોવાથી નોકરીમાંથી છુટા કરી દેતા તત્કાલીન મહિલા પ્રમુખ સામે એટ્રોસિટી દાખલ કરવા માંગ કરી હતી.

જેમાં પોલીસે તેને ધ્યાને લઇને તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમામ બાબતે તપાસ કરી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે. આ મામલે પોલીસે સઘન તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.

કર્મચારીને સસ્પેન્ડ કરવાનો મુદ્દો
અન્ય સમાચારો પણ છે...