તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળીના ઉમરડા ગામે રહેતા માત્રાભાઇ વેરશીભાઇ રબારી સાંજનાં સમયે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળીના ઉમરડા ગામે રહેતા માત્રાભાઇ વેરશીભાઇ રબારી સાંજનાં સમયે વાળુ કરી પ્રવેશદ્વાર પાસે આવેલ બાપાસિતારામનાં મંદિર પાસે બેઠા હતા. ત્યારે ગામનાં જ હિરાભાઇ ભુરાભાઇ ત્રગટા, વિહાભાઇ ખેતાભાઇ,પેથાભાઇ નારાયણભાઇ,રામાભાઇ હિરાભાઇ,ગોપાલભાઇ પેથાભાઇ,રાધાભાઇ વિહાભાઇ અને રણછોડભાઇ રબારીએ ત્યાં આવી અમારી સામે મુછો કેમ મરડે છે તેમ કહી બોલાચાલી કરી માત્રાભાઈને ગાળો આપી હતી. ત્યારબાદ માત્રાભાઇને લોખંડના પાઇપ અને લાકડીથી મારમારી ઢીકાપાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ સી.એમ. મકવાણા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...