મૂળી વનમહોત્સવમાં 50 વૃક્ષો વાવ્યાં ને 20 છોડ બળી ગયા

Muli News - at the root forest festival 50 trees were planted and 20 plants were burnt 070122

DivyaBhaskar News Network

Sep 16, 2019, 07:01 AM IST
મૂળી તાલુકામાં અઠવાડીયા પહેલા જ વનમહોત્સવ ઉજવણી કરાઇ હતી. જેમાં વનવિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રનાં મેદાનમાં અંદાજે 50 વૃક્ષોનું રોપણ કરાયુ હતુ. જે અઠવાડીયામાં જ અંદાજે 20 વૃક્ષો નષ્ટ થઇ જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

સમગ્ર ઝાલાવાડમાં વૃક્ષોનું પ્રમાણ ખુબજ ઓછુ જોવા મળે છે. આ વૃક્ષો ઉછેરવા પાછળ સરકાર દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે. ત્યારે મૂળી વનવિભાગ દ્વારા સ્થાનિક કર્મચારીઓ અને હોદેદારોનાં હસ્તે અઠવાડીયા પહેલા જ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં મેદાનમાં 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ફોટા પડાવ્યા હતાં. પરંતુ આ છોડને હજુ તો થોડા દિવસ જ થયા છે ત્યાં વાવ્યા બાદ કોઇ દરકરાર ન રખાતા અંદાજે 20 જેટલા વૃક્ષોનુ બાળમરણ થઇ ગયુ હતુ. આથી અધિકારીઓ જાણે માત્ર ફોટા માટે જ વૃક્ષો વાવતા હોવાનો ઘાટ સર્જાયો છે.જયારે તાજા વાવેલ વૃક્ષો પશુ ખાઇ જતા અને બળી જતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે પર્યાવરણ પ્રેમી મયુરસિંહ, રાજભા સહિતનાંઓએ જણાવ્યું હતુ કે તંત્ર દ્વારા દર વર્ષે વૃક્ષોનું વાવેતર તો કરાય છે પછી કોઇજ ધ્યાન ન અપાતુ હોવાથી વૃછો પાછળ કરવામાં આવતો ખર્ચ પાણીમાં જાય છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરાય તેવી અમારી માંગ છે.

X
Muli News - at the root forest festival 50 trees were planted and 20 plants were burnt 070122
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી