તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી રાજકોટ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ટક્કરમાં યુવકનું કરુણ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના પીપળી રોડ પર ગુરુવારે મોડી રાત્રે કામ પરથી પરત ફરતા એક યુવકને અજાણ્યા વાહને ઠોકર મારતા તેનું મોત નીપજ્યું હતું. મોરબીમાં સતત વધી રહેલા વાહન અકસ્માતને કારણે નિર્દોષ વહન ચાલકના મોત થઇ રહ્યા છે. ખાસ કરીને મોરબી રાજકોટ હાઇવે તેમજ મોરબી જેતપર રોડ આ બન્ને રોડ પર દરરોજ નાના મોટા અકસ્માત થાય છે અને નિર્દોષ વાહન ચાલકોના મોત થઇ રહ્યા છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતો વિજય ભગવાનજીભાઈ અગેચણીયા નામનો ગુરુવારે રાત્રે યુવાન મોરબીથી પીપળી રોડ પર સિરામિક ફેકટરીમાં કામેથી પરત ફરતો હતો તે દરમિયાન પીપળી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી ગંભીર ઈજા પહોચાડી હતી. બેભાન હાલતમાં વિજય ભગવાનજી અગેચણીયાને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું તો અન્ય એક બનાવમાં મોરબી રાજકોટ હાઇવે પર બાની વાડી નજીક શુક્ર્વારે વહેલી સવારે ટ્રક એક કાર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર યુસુફ વલીમામદ નોતિયાર નામના યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી ટ્રક ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...