તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસણ નજીક ધોરાજીની સ્કુલ બસ પલટી મારતાં દસ વ્યક્તિઓને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસણ ખાતે ધોરાજીની અંકુર સ્કુલની બસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત અમુક બાળકોનાં વાલીઓ સહિતનું ગૃપ દેવળીયા સિંહ દર્શન કરવા આવેલ.

આજે બપોરે સિંહ દર્શનનો પોગ્રામ પુરો કરી પરત ધોરાજી જતી વખતે વાણીયાવાવ ચેકપોસ્ટ પહેલા વળાંક સાથે આવતાં ઉંચાઇવાળા રોડ પર બસનાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં બસ પલટી ખાઇ ગઇ હતી. બસમાં સવાર વિધાર્થીઓ વિશાલ મારૂ (ઉ.વ.14) હિત ભાવેશ ઠેસીયા (ઉ.વ.14) મયંક દિનેશ માવાણી (ઉ.વ.12) , દિક્ષીત સુનીલભાઇ વણપરીયા (ઉ.વ.13), આ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષીકાઓને ઇજા થતા સાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જયાં ફરજ પરનાં તબીબ ડો.હિરેન કારેલીયાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરેલ. સ્કુલ બસને અકસ્માત થતાની જાણ થતાં સાસણ આઉટ પોસ્ટ પોલીસનો સ્ટાફ, સાસણનાં સરપંચ જુમાભાઇ કટીયા સહિતનાં આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને અકસ્માતથી ભયગ્રસ્ત બનેલા બાળકોને સાંત્વના આપી ઇજાગ્રસ્તોને સારવારમાં લઇ જવાની વ્યવસ્થા કરેલ. અકસ્માતમાં સ્કુલ બસમાં ત્રીસથી વધુ લોકો સવાર હતા. - તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...