તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારીમાં બપોરે બે વાગ્યે અચાનક પ્રચંડ અવાજથી લોકો ઘર બહાર દોડી આવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારી પંથકમા આજે બપોરે અચાનક ગગનભેદી ધડાકો થતા લોકોમા ગભરાટ ફેલાયો હતો. ધડાકાના કારણે ઘરોના બારી બારણા ધ્રુજી ઉઠયાં હતા. જો કે આ ધડાકો કયા કારણે થયો હતો ? તે મોડી સાંજ સુધી સ્પષ્ટ થઇ શકયુ ન હતુ. તંત્ર દ્વારા પણ ધડાકાનુ કારણ જાણવા પ્રયાસ હાથ ધરાયા હતા.

આ ભેદી ધડાકાની ઘટના ધારીમા આજે બપોરે બે વાગ્યાના સુમારે બની હતી. કાળઝાળ ગરમી વચ્ચે બજાર અને શેરીઓમા સન્નાટાનો માહોલ હતો. તે સમયે અચાનક જ એક ગગનભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. લોકોના ઘરોના બારી બારણા ધ્રુજી ઉઠયાં હતા.

જેના કારણે લોકોમા ગભરાટ પણ ફેલાયો હતો. અનેક લોકો ખરેખર શું બન્યું છે તે જાણવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. શહેરના મોટાભાગના વિસ્તારમા આ ધડાકાનો અનુભવ થયો હતો જેના કારણે ભય ફેલાયો હતો. જો કે આ ધડાકો શા કારણે થયો તે સ્પષ્ટ થઇ શકયુ ન હતુ.

બપોરના સમયે ધારી પંથકમા આકાશમા વરસાદી વાદળો પણ છવાયા હતા.

જો કે આ ધડાકો એ વાદળોનો ગડગડાટ નહી હોવાનુ લોકોએ અનુભવ્યુ હતુ. તો પછી આટલો મોટો અવાજ શેનો હતો ? તે અંગે લોકોમા જાતજાતની ચર્ચા હતી.આમ આ ધડાકાનું કારણ હજુ અકબંધ છે તેવું ગ્રામજનો કરી રહ્યાં છે.

લોકોના ફોન આવ્યા પણ કારણ ખબર નથી
ધારીના મામલતદાર સી.કે.ઝાલાએ જણાવ્યું હતુ કે બપોરના સમયે ધડાકો સંભળાયા અંગે લોકોના ફોન આવ્યા હતા. પરંતુ આવુ કયા કારણોસર થયુ તે જાણવા મળ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...