તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજીની વિદ્યાપીઠ ખાતે આચાર્યોનો સંગોષ્ઠિ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરાજી | ભૂતવડ સરસ્વતી વિદ્યાપીઠ ખાતે આચાર્યોનો સંગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સ્વ. રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ ધોરાજી સંચાલીત સરસ્વતી વિધાપીઠ ભૂતવડ દ્વારા આચાર્ય સંગોષ્ઠિ યોજાઇ હતી. આ સંગોષ્ઠિના મુખ્ય વકતા વિદ્યાભારતી માનક પરિષદ પશ્ચિમ ક્ષેત્રના અધ્યક્ષ તથા વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાના કાર્યકારી સમિતિના સદસ્ય તથા બ્રિહન મહારાષ્ટ્ર કોલેજ ઓફ કોમર્સના વાઇસ પ્રિન્સીપાલ આશિષજી પુરાણી એ પ્રવર્તમાન સમયમાં આચાર્યની બદલાતી ભૂમિકા આ વિષય પર ઉદાહરણો સાથે જણાવ્યું હતું કે આચાર્ય જ્ઞાન કૌશલ્ય અને પ્રવૃતિનો સમન્વય હોવો જોઇએ તથા સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી પરિવર્તન સાથે તાલ મેળવી આચાર્ય વિદ્યાર્થી સમાજ અને રાષ્ટ્રનો રાહબર બની શકે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર વિશદ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના રાજકોટ વિભાગના અધ્યક્ષ રણછોડભાઇ વઘાસીયા, રાજકોટ વિભાગના મંત્રી ગીરીશભાઇ વાળા સહિતના ઉપસ્થિત રહેલ હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો