તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીના જ્ઞાનોત્સવમાં આજે આશુ પટેલનો ટોક શો: લાઈફ અનલિમિટેડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં પ્રખ્યાત લેખક - પત્રકાર અને દિવ્ય ભાસ્કર ના કોલમીસ્ટ આશુ પટેલના અનોખા ટોક શો લાઈફ અનલિમિટેડનું આયોજન થયું છે. જ્ઞાનોત્સવમા શનિવારે સવારે કાર્યક્રમ માણવા મળશે. જેમાં રોહન રાંકજા અને ઉધોગપતિ મોરબી કલોક મેયુફેકચારિંગ એસોસિયેશન ના પ્રમુખ શશાંકભાઈ ડંગી આશુ પટેલ સાથે ફિલ્મ અને અંડરવર્લ્ડ વિશેના લેખન દરમિયાન થયેલા અનુભવોથી માંડીને જીવનના અનુભવો વિશે સંવાદ કરશે.

યુવા જ્ઞનોત્સવમાં પ્રખ્યાત લેખક-વક્તાઓના વક્તવ્યની સાથે પુસ્તકમેળો યોજાશે અને વળતરથી વેચાણ થશે.જ્ઞાનોત્સવને ‘સિરામિક એસોસિયેશન, ક્લોક એન્ડ પાર્ટ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન અને ઉદ્યોગગૃહોનો સહકાર મળ્યો છે.12મીએ સવારે 9થી11 મહિલા માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન યોજાશે. ઓર્ગેનિક વસ્તુનું ઉત્પાદન કરતા ખેડૂતના સ્ટોલસ પણ અહીં હશે અને ટ્રાફિક અવેરનેસ, મતદાન જાગૃતીથી લઈને અન્ય માહિતી પણ હશે. આ ઉપરાંત બાળકો માટે ખાસ આપણા દેશની રક્ષા કાજે વપરાતાં શસ્ત્રોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.

આશુ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો