Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લખતર તાલુકાના આશા વર્કર અને ફેસિલીએટર બહેનોએ આવેદન આપ્યું
રાષ્ટ્રવ્યાપી આશા હેલ્થ વર્કરો-ફેસિલીએટરની હડતાળના અનુસંધાને તા. 10 જાન્યુઆરીના રોજ લખતર તાલુકાના આશા હેલ્થ વર્કરો-ફેસિલીએટર દ્વારા તેઓની વિવિધ માંગણીઓને લઇને એક આવેદનપત્ર તાલુકા હેલ્થ ઓફિસરને આપવામાં આવ્યુ હતુ.
જેમાં જણાવાયા મુજબ સમગ્ર યોજનાઓ રાષ્ટ્રિય મહત્વની યોજનાઓ છે. અને તેના પાયાનું કામ આશા વર્કરો તેમજ ફેસિલીએટરો કરે છે. છતાં કોઈ જ પ્રકારનું ભથ્થું નક્કી કરાયેલ નથી. જે તાકીદે લઘુતમ વેતન નક્કી કરવામાં આવે, આશા હેલ્થ વર્કર બહેનો તેમજ ફેસિલીએટર બહેનોને કાયમી ધોરણે નિમણુંક આપવી જોઈએ.
અન્ય રાજ્યો પ્રમાણે ઓછામાં ઓછો રૂ. 10,000 પગાર આપવો, ટીએ અને ડીએ રોકડમાં ચૂકવવું તેમજ દર શનિવારનાં મિટિંગમાં પૈસા ચૂકવવા, આશા હેલ્થ વર્કરો અને ફેસિલીએટર બહેનોના કુંટુંબને હેલ્થ ફેસિલિટી ફ્રી આપવી, મોટાભાગની કામગીરી મૌખિક સૂચનાથી લેવામાં આવે છે તે તમામ કામગીરીની લેખિતમાં સૂચના આપવી જોઈએ વિગેરે જેવા પંદરેક મુદ્દાઓ આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યા છે. આ આવેદનપત્ર તાલુકા હેલ્થ કચેરીએ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશ રાઠોડે સ્વીકાર્યું હતું.