તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડી તાલુકાના વડગામ ખાતે વાહન પાર્ક કરવા જેવી નજીવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટડી તાલુકાના વડગામ ખાતે વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમાં લાકડીઓ, લોખંડના પાઇપ અને ધારિયાઓ ઉછળતા આ ઝઘડામાં બે મહિલાઓ સહિત ચાર લોકો ઘવાયા હતા. જેમાં ચાર શખ્સો સામે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી છે.જે ના પગલે પોલીસે વધુ કાર્યવાહી કરી આ ચારને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી તાલુકાના વડગામ ગામે નાડોદા વાસમાં રહેતા લાલાભાઇ ડાહ્યાભાઇ રથવી વાહન લઇને ગામમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા રણછોડભાઇ મેઘાભાઇ સિંધવે મુકેશભાઇ રથવીને ગાળો આપી લાલાભાઇ ડાહ્યાંભાઇ રથવીને માથામાં લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો.

દિનેશભાઇ રણછોડભાઇ સિંધવે લાથાભાઇ રથવીને લાકડી ફટકારી હતી. જ્યારે ખેંગારભાઇ સિંધવ અને વાસુભાઇ સિંધવે ઉશ્કેરાઇ જઇને ધારીયા અને લાકડીઓ સહિતના હથિયારો વડે મુકેશભાઇ સહિત લાલાભાઇ રથવીની માતા રાધાબેન રથવી અને બહેન રમીલાબેન રથવીને ગડદા પાટુનો મુઢ માર મારી લાલાભાઇ રથવીની ગાડીના કાચ ફોડી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વડગામ ગામના રણછોડભાઇ મેઘાભાઇ સિંધવ, ખેંગારભાઇ મેઘાભાઇ સિંધવ, વાસુભાઇ હરીભાઇ સિંધવ અને દિનેશભાઇ રણછોડભાઇ સિંધવ વિરૂધ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા દસાડા પોલિસે આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના અેમ.અેલ.વણોલ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...