ટંકારાની પછવાડે આવેલ ડેમી નદી કાંઠે શિતળાની ધાર તરીકે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટંકારાની પછવાડે આવેલ ડેમી નદી કાંઠે શિતળાની ધાર તરીકે અોળખાતા વિસ્તારમાં માલધારીના વાડામાં ગત ગુરૂવારની મધરાતે ટંકારાના પછવાડે શિતળાની ધાર તરીકે અોળખાતા ઈલાકામા આવેલ માલધારીના પશુના વિશ્રામ સ્થાન ગણાતા વાડામા હિંસક ગણાતા રાની પશુ દિપડાએ ત્રાટકી વાડામાં રહેલા ૮૦ પૈકી ૪૭ ઘેટાને બેફામ બચકા ભરી ફાડી ખાધા હતા. દિપડાના હિંસક હુમલાથી હરકતમાં આવેલ જંગલ ખાતાએ શિકારી દિપડાની આદત પરથી દિપડો ફરી હુમલો કરશે તેવી અટકળ સાથે બનાવ સ્થળે પ્રથમ એક પાંજરૂ મુકયુ હતુ.

બાદમાં શનિવારે વધુ એક પાંજરાની સંખ્યા વધારી બે પાંજરા શિકારીનો શિકાર કરવા મારણ સાથે ગોઠવ્યા હતા. પરંતુ ચપળ ગણાતો દિપડો ફરી સેકન્ડ રાઉન્ડમા પાંચ દિવસ વિતવા છતાં ન ડોકાતા પશુપાલકો સાથે જંગલખાતાની પણ ચિંતા અને મુંઝવણ વધી હતી. વિસ્તારમાં દિપડાની ઉપસ્થિતિની શંકાએ હાલ ફોરેસ્ટ વિભાગ કચાશ ન રહે અને ફરી દિપડો હિંસામાં સફળ ન રહે તે માટે રાનીપશુને કેદ કરવા માટે ગોઠવાયેલ બંને પાંજરાના લોકેશન બદલી ઘટના સ્થળથી ખસેડી નદીના પટ તરફ લઈ ગયા છે. જો કે, દિપડો સીમાડો છોડી ગયાની ચર્ચા વચ્ચે સીમમાં રઝળપાટ કરતા લોકો અને પશુપાલકો સહિત જનજીવનમાં પેઠેલી ચિંતા હજુ અકબંધ રહીં છે.

અન્ય સમાચારો પણ છે...