તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળદને બચાવવા જતાં બાઇક સ્લીપ થતાં યુવકનું માેત નિપજ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાબરામાં રહેતો એક યુવક પોતાની બાઇક લઇને બજારેથી પોતાના ઘર તરફ જતો હોય ત્યારે રસ્તામાં રેઢીયાર બળદને બચાવવા જતા મોટરસાયકલ સ્લીપ થતા પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી વિગત મુજબ, અકસ્માતની આ ઘટના બાબરામાં બની હતી. અહી રહેતા અનિલભાઈ ધીરુભાઈ જાસલીયા પોતાનું બાઇક નંબર જીજે 13 પી 541 નંબરનું લઈને બજારેથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક રેઢીયાર બળદ આડો પડતા તેને બચાવવા જતા તેનું મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં તેઓ ફંગોળાઈ ગયા હતા.

દરમિયાન પડી જવાથી અનિલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા પ્રથમ સારવાર માટે બાબરા અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કૌશિકકુમાર નટુભાઈ જાસલીયાએ બાબરા પોલીસ મથકમાં જાણ કરી હતી.

બજારમાંથી ઘર તરફ જતાં હતા ત્યારે સર્જાયાે અકસ્માત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો