તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi News Appointment Of Chairman Of Morbi District Panchayat Committee Appointment Of Chairman Of Education Committee Production Committee Postponed 032539

મોરબી જિલ્લા પંચાયત સમિતિના અધ્યક્ષની નિમણૂંકમાં ડખો, શિક્ષણ સમિતિ, ઉત્પાદન સહકાર સમિતિના અધ્યક્ષની નિમણૂક મોકૂફ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતની કારોબારી તેમજ અન્ય સમિતિઓના ચેરમેનની નિમણુક માટે આજે બેઠક મળી હતી. આ બેઠકમાં ડીડીઓ, ઉપપ્રમુખની હાજરીમાં જિલ્લા પંચાયતનાં કારોબારી સમિતિના અધ્યક્ષનાં તેમજ જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનની નિમણુક કરાઈ હતી. આ નિમણુક બાદ બાંધકામ સમિતિના નિમણુક વખતે ડખ્ખો થયો હતો. જિલ્લા પંચાયતના ત્રણ સભ્યો એ પાર્ટી દ્વારા અપાયેલ મેન્ડેટનો અનાદાર કરી અમુભાઈ હુંબલની નિમણુંક કરતા ભારે ઓહાપોહ મચી ગયો હતો. બાદમાં શિક્ષણ સમિતિ તેમજ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેનની નિમણુક મોકૂફ રાખવામાં આવી હતી.

આંતરિક જૂથ બંધી માટે જાણીતી કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં ફરી જૂથબંધી સામેં આવી હતી. આજે વિકાસ અધિકારી કારોબારી સમિતિના ચેરમેન તરીકે અગાઉ બાગી સભ્યો સામે ખુલ્લી લડાઈ લડનાર હેમાંગ રાવલની કારોબારી સમિતિનાચેરમેન તરીકે નિમણુક કરી મનાવી લેવાયા હતા જોકે એક કોંગ્રેસમાં એક સાંધે અને તેર તૂટે તેવી બની ગઈ છે. જિલ્લા પંચાયત સભ્ય અમુભાઈ હુંબલની પસંદગીની સમિતિમાં ચેરમેન પદ ન મળતા વિવાદ થયો હતો પક્ષ દ્વારા દીનાબેન કામરીયાના નામનો મેન્ડેટ આપવામાં આવતા સભ્ય અમુભાઈ રાણાભાઈ હુંબલ નારાજ થયા હતા અને બળવો કરી મેન્ડેટનો અનાદાર કરી સોનલબેન જાકાસાણીયા અને ગીતાબેન દુબરિયાનો સહકાર ટેકો મેળવી બાંધકામ સમિતિના અધ્યક્ષ બની ગયા હતા તો બીજી તરફ શિક્ષણ અને સિંચાઈ શાખાની સમિતિના અધ્ય્ક્ષની નિમણુક મોકૂફ રાખી હતી. બાદમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પીન્કુબેન ચૌહાણને રીપીટ કરાયા હતા તો મહિલા અને બાળ કલ્યાણ સમિતિમાં રેખાબેન એરવાડિયાની નિમણુક કરવામાં આવી હતી.

બાંધકામ સમિતિના ચેરમેનની નિમણૂક કરાઇ
બાંધકામ સમિતના ચેરમેન હુંબલની નિમણૂક.

અમારા સભ્યોને અમારી સૂચના નહિ સૂચન હતું પગલાં લેવાનાં થતા નથી, પોતાના અધિકારનો ઉપયોગ કર્યો
જિલ્લા પંચાયતમાં સભ્યોને સમિતિનાં અઘ્યક્ષની નિમણુંક કરવાની સત્તા હોય છે. પાર્ટી તરફથી માત્ર નામનું સૂચન હતું. સભ્યોએ પોતાનાં અધિકારનૉ ઉપયોગ કર્યોં કોઈ પક્ષ વિરોધી કૃત્ય નથી એટલે કોઈ કાર્યવાહી થતી નથી. લલીત કગથરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ

પ્રદેશમાંથી કાર્યવાહીની શક્યતા
આજની બેઠકમાં પક્ષ દ્વારા અપાયેલ મેન્ડેટનો અનાદાર કરી જે પણ સભ્યોએ અમુભાઈ હુંબલની સમિતિના ચેરમેન તરીકે નિમણુક કરાતા આ સભ્યો વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ રીપોર્ટ કરે અને ભવિષ્યમાં કોઈ કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...