તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરમાં મા અમૃતમ કાર્ડ માટે અરજદારોને ધરમ-ધકકા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતરમાં છેલ્લા છ મહિના કરતાં પણ વધુ સમયથી મા અમૃતમ કાર્ડ પ્રિન્ટ કરવા પ્રિન્ટર ન હતું તે અંગેની અનેકવાર રજૂઆતો કર્યા બાદ પ્રિન્ટર અપાયુ હતુ. એક સમસ્યા હલ થઇ ત્યાં અધુરામાં પુરા જેમ કાર્ડની કામગીરી કરતું લેપટોપમાં ખરાબી આવતાં લેપટોપ રિપેરમાં મોકલાવ્યા બાદ દસ દિવસ પછી બીજું લેપટોપ ફાળવવામાં આવ્યું તે પણ સાવ ભંગાર જેમાં ટાઇપ કરતાં કરતાં સ્વીચ બહાર આવી જાવા કારણે કામગીરી ઠપ્પ જેવી થઈ જતાં રોજ અરજદારોને ધરમધક્કો થતાં રોષ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.10 જાન્યુઆરીના રોજ તાલુકાનાં આદલસર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ લેપટોપથીમા અમૃતમ કાર્ડની કામગીરી થઇ હતી. ત્યારે દિવસ દરમિયાન ખખડધજ લેપટોપમાં દિવસનું કાર્ડ પણ માંડ નીકળી શકતા છે. અરજદારોને હાલાકીનો સેવાસેતુમાં પણ સામનો કરવો પડ્યો હતો.

આ અંગે કાર્ડની કામગીરી કરતાં તાલુકા કિઓસ્કર વિજયભાઈ દેસાણીએ જણાવ્યું કે પ્રિન્ટર આવ્યા બાદ કામગીરી ચાલુ હતી. લેપટોપ ખરાબ થતાં તે રિપેર માટે મોકલાવેલ. તો ત્યાંથી દસ દિવસ પછી બીજું એક લેપટોપ કામગીરી માટે મોકલાવેલ. પરંતુ તેમાં કામગીરી કરતાં કીબોર્ડની સ્વીચ નીકળી ગઈ હોવાથી કામગીરી સરખી ન થઈ શકતી હોવાની જાણ ઉપલી કચેરીને કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો