ધારીથી ઈંગોરાળા સુધીના બિસ્માર માર્ગ મુદ્દે મામલતદારને આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારીથી ઈંગોરાળા સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. રોડ પર મોટા ખાડાઓથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સ્થાનીક તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. આ પ્રશ્ને આજે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી.

ધારીથી ઈંગોરાળા સુધીનો રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ ઈંગોરાળાથી વિરપુર, દેવળીયા, ખીચા, ગઢીયા, નાગધ્રા, લાખાપાદર, રામપુર અને જીરા ગામ્યપંથકની સાથે જોડાયેલો છે. અહીંથી દિવસમાં હજારોની સંખ્યામાં નાના અને મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. પણ બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામ નો કરવો પડે છે.

તેમજ આ તમામ ગામોમાં ઈમરજન્સી સમયે સમયસર વાહનો પણ આવી શકતા નથી. પણ આ તમામ વાતો ઉંઘતા તંત્રની સામે આવતી જ નથી. અનેક વખત રજુઆત છતાં પણ કુંભકર્ણની નીંદ્રામાંથી તંત્ર જાગતું જ નથી. ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને રોડને રીંપેરીંગ કરે તેવી લોક માંગ ઉઠી છે. તસવીર- અરૂણ વેગડા

અન્ય સમાચારો પણ છે...