તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં આધેડનું પાકિટ ઝૂંટવી લેનાર અજાણ્યો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલામા બે દિવસ પહેલા રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભેલા એક આધેડ પાસે અજાણ્યા શખ્સે આવીને હું બગદાણા ચાલીને જાઉ છુ, ચા પીવડાવો તેમ કહેતા આધેડે પાકિટમાથી 10 રૂપિયા આપવા જતા આ શખ્સ પાકિટ ઝુંટવી નાસી ગયો હતો. મોરંગી ગામે રહેતા ઉકાભાઇ કાનાભાઇ નકુમ (ઉ.વ.56) તા. 24ના રોજ રાજુલાના રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભા હતા. ત્યારે અજાણ્યા શખ્સે આવીને ચા પીવડાવો તેમ કહેતા તેણે ચા માટે રૂપિયા 10 આપવા પાકિટ કાઢયુ હતુ તે સાથે જ આ શખ્સ રૂપિયા 14500 ભરેલુ આ પાકિટ ઝુંટવી નાસી ગયો હતો. આ બારામા ઉકાભાઇએ રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.રાજુલા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.પી.ડોડીયા સહિત ટીમે આ શખ્સને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાજુલામા જ તત્વજયોતિ વિસ્તારમાથી રહેતા વિપુલ ઉર્ફે બાબુડો જગુભાઇ સોલંકી નામના આ શખ્સને ઝડપી પાડયો હતો અને મુદામાલ કબજે લીધો હતો. આ શખ્સે અગાઉ પણ ચીલઝડપ કરી હોવાની કબુલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...