તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં તેલ-ખાંડના વેપારી પાસેથી ત્રણ શખ્સે માગી એક લાખની ખંડણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલમાં અસામાજિક પ્રવૃત્તિઓ એ માઝા મૂકી હોય શહેરના વિવિધ વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ અંગેના બેનર મૂકાયાની ઘટના લોકોના માનસ માંથી વિસરાઈ નથી ત્યાં જ તેલ અને ખાંડના વેપારી પાસેથી ૩ શખ્સો એ રૂપિયા એક લાખની ખંડણી માંગતા વેપારી આલમ રોષ સાથે પોલીસ મથકે ધસી ગયો હતો અને ખંડણી અંગે ફરિયાદ નોંધાવા પામી હતી.

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને ચુનારા શેરીમાં દામોદર પ્રાગજી નામે તેલ અને ખાંડ નો વેપાર કરતા ચંદ્રકાંતભાઈ તન્ના પાસે અઝરુદ્દીન ઉર્ફે ભૂરો, સિકંદર મેમણ રહે વોરા શેરી ગોંડલ, તેમજ એજાજ મેમણ રહે વોરાકોટડા રોડ વડાઓ દ્વારા રૂપિયા એક લાખની ખંડણી મંગાતા વાત વેપારી આલમમાં વાયુવેગે વાત પ્રસરી ગઇ હતી અને મોડી સાંજે વેપારીઓનું ટોળું પોલીસ મથકે ધસી ગયું હતું અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ખંડણીની ઘટના અંગે ચંદ્રકાંતભાઈ તન્નાએ પોલીસને જણાવ્યું હતું કે દામોદર પ્રાગજી પેઢીની પાસે કામ કરતો અઝરુદ્દીન ઉર્ફે ભુરો તેમની પાસે આવ્યો હતો અને કોઈ કામ હોવાનું કહી કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ના ગ્રાઉન્ડમાં લઇ ગયો હતો અને ત્યાં પહેલેથી હાજર સિકંદર અને એઝાજે ત્રણે મળીને જણાવ્યું હતું કે તારી સોપારી લેવામાં આવી છે, જો મોતને ભેટવું ન હોય તો તારે રૂપિયા એક લાખ આપવા પડશે આવું જણાવી પરત દુકાને મૂકી ગયા હતા, અને બપોર બાદ ફરી મોબાઇલ ફોનમાં ધાક ધમકીનો દોર શરૂ કરતા મોતની બીકે સાથી વેપારીઓને જાણ કરી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એન કે રામાનુજે તુરંત પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

બેનર મુકાયાની ઘટના તાજી જ છે ત્યાં દાખલો સામે આવ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો