તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદ જિલ્લામાં જમીન બિન ખેતીમાં ફેરવવા ઓનલાઈન અરજી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિન ખેતીની પ્રક્રીયામાં ઝડપ આવે તથા મહેસુલી વિભાગની કામગીરીમાં સરળતા માટે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત હસ્તકના બિન ખેતીનાં અધિકારો કલેક્ટર પાસે હતાં. તેમાં સરકાર દ્વારા 9 જાન્યુઆરી-19 થી સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવતા સી અને ડી કક્ષાની નગરપાલિકાઓ તથા છેલ્લી વસ્તી ગણતરી મુજબ ત્રણ હજારથી ઓછી વસતી ધરાવતા ગામોમાં અને એક એકર સુધી જમીનની મર્યાદામાં ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવાનાં અધિકારો નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવી છે.તે સિવાયનાં વિસ્તારમાં અધિકાર કલેક્ટર પાસે રહેશે જેથી બોટાદ જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારની ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમ બોટાદ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...