થાનગઢના વાસુકીદાદાના મંદિરે મૂર્તિપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે
થાન ભાસ્કર | થાનગઢના મુખ્યપ્રવેશ દ્વારા એવા ચોટીલા રોડ પર આવેલા વાસુકીદાદાના મંદિરે દાદાની પ્રતિકૃતિ રૂપે મુર્તિમંત બિરાજમાન કરવાના કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આથી તા.15-12-19ના રોજ રવિવારે વાસુકીદાદાના મંદિરથી ગામના મુખ્યપ્રવેશ દ્વાર સુધી શોભાયાત્રા અને મુર્તિપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ આયોજનને સફળ બનાવવા મંદિરના મહંત ભરતગીરીબાપુ અને સમસ્ત સેવકગણ પ્રયાસ કરી રહ્યા છે.