તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક નિયમભંગ કર્યો તો ઇ-મેમો થશે હાજર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી શહેરમાં સીરામીક ઉધોગકારો અને અન્ય ઉધોગકારો, દાનવીરોની મદદથી આજથી 3 વર્ષ પહેલાં સીસીટીવી કેમેરા લાગવામાં આવ્યા હતા અને શહેરને સુરક્ષિત બનાવવા પ્રયાસ કર્યો હતો તો સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને પણ ઇ મેમો આપવાની શરુંઆત કરવામા આવી હતી.જોકે ટેક્નિકલ ખામીને કારણે બંધ કરવા પડ્યા હતા.હવે મોરબીમાં ફરી ઇ મેમો શરૂ થઇ રહ્યા છે. શહેરમાં 44 જેટલા લોકેશન પર 152 કેમેરા લગાવામાં આવ્યા છે આ તમામ લોકેશન એસપી કચેરી ખાતે આવેલા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં 30 કર્મચારીઓ વોચ રાખશે અને શહેરના ખુણે ખુણામાં બનતી ઘટના પર બાજ નજર રાખશે.

હાલ 30 કર્મીની રાઉન્ડ કલોક કેમેરા પર નજર
મોરબી શહેરમાં હાલ 30 કર્મચારીઓ કમાન્ડ કન્ટ્રોલમાં 3 શિફ્ટમાં કર્મચારીઓ કેમેરા પર મોનિટરિંગ કરશે. આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ પોર્ટલ સિસ્ટમ પણ બનશે અને વાહન ચાલક ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. પી.ડી.પટેલ, ઇન્ચા.પી એસઆઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો