તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંગોત્રી સ્કૂલમાં એન્જોય એકઝામ સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : ગંગોત્રી સ્કૂલ દ્વારા શિક્ષણની સાથો સાથ વિદ્યાર્થીઓને અવારનવાર મોટીવેટ કરવા માટે વિવિધ પ્રખર વક્તાઓ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવે છે. જયારે બોર્ડની પરીક્ષા એકદમ નજીક આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષાના તણાવમાંથી મુક્ત કેવી રીતે રહેવું જોઈએ, પરીક્ષાલક્ષી તૈયારીને સુંદર પરિણામના સ્વરૂપમાં ફેરફાર માટે રજુઆત કઈ રીતે કરવી, બોર્ડની પરીક્ષાને એન્જોય સ્વરૂપે કઈ રીતે લઈ શકાય વગેરે મુદ્દાઓ ધોરણ - 10ના શ્રેષ્ઠ વક્તા કિશોરસિંહ, કેતનસર વ્યાસ તેમજ હર્ષલભાઈ માંકડ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. આ તકે સ્કૂલનાં ચેરમેન સંદિપ છોટાળા દ્વારા વક્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...