તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયા ભાણવડ રોડ પરનો પુલ જર્જરિત, રસ્તો બંધ કરી વૈકલ્પિક ડાયવર્ઝન શરૂ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયામાં ઘણા સમય પહેલાં બનેલા રસ્તાઓના પુલ એક પછી એક નબળા થતા જોવા મળે છે ત્યારે ઘણા સમયથી વરસાદને કારણે તથા વર્ષો જૂનો બનાવેલા હોય તેના કારણે ગાબડા પડતા જોવા મળી રહ્યા છે ત્યારે ગુરૂવારના ખંભાળિયા ભાણવડ રોડ પર આવેલ ગુંદા ગામ નજીક પુલમાં ગામડું દેખાતા અધિકારીઓને નજરે પડતા પુલની ઉપર અને બહાર નીકળી ગયેલા લોખંડના સળીયા અને જોખમી ગાબડાને કારણે હાલ પુરતો પુલ વારો રસ્તો બંધ કરીને ખંભાળીયાથી ભાણવડ વાળા હાઈવે પર ગામડાઓમાંથી વૈકલ્પિક ડાઈવર્ઝન વાળો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. જેથી કોઇ દુર્ધટના ન સર્જાઇ તેની તકેદારી લેવામાં આવી છે.

ખંભાળિયા ભાણવડ રોડ પર આવેલ પુલમાં તિરાડો દેખાતા રસ્તો બંધ કરી વૈકલ્પિક ડાયવર્ઝન શરૂ કરવામાં આવ્યું. આ રસ્તા પર ચાલતા ભારે વાહનો અને વાહનોની અવરજવર હોવાથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીત સર્જાઈ હતી તેના કારણે તાત્કાલિક ધોરણે ડાયવર્ઝનની કામગીરી હાથ ધરી ખંભાળિયા ભાણવણ માટે ભાણખોખરીથી ભંડારીયા, ચોખંડા, મોરજર, સઈ દેવળીયા, ફતેપુર ગામથી ભાણવડ જવાનો રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. સદ્નસીબે અધિકારીઓને ધ્યાને ચડતા રસ્તો ડાયવર્ઝન કરવામાં આવ્યો હતો પણ ખંભાળિયા તે આજુબાજુ નીકળતા અનેક રસ્તાઓ પર નબળા પુલો જે વર્ષો પહેલા બનાવવામાં આવ્યા છે તેનું તાત્કાલિક ધોરણે નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે તો દુર્ઘટના થવાની શક્યતા ટાળી શકાશે.

જર્જરીત પુલ પર કોઇ અકસ્માત સર્જાઇ તે પૂર્વે સાવચેતીના પગલાં લેવાયા

અન્ય સમાચારો પણ છે...