તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં દલિત સમાજ દ્વારા આંબેડકર જયંતિની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા |રાજુલામા ડો.ભીમરાવ આંબેડકરની 128 જન્મ જયંતિ નિમિત્તે દલિત સમાજ દ્વારા આંબેડકર સર્કલ ખાતે આંબેડકરની મૂર્તિ પ્રતિમાને આગેવાનો ડો.મુછડીયા, સંજયભાઇ, વનરાજભાઇ, સાગરભાઇ, વી.એમ.જોગદીયા, જયંતિભાઇ, વેલાણીભાઇ, ભાણજીભાઇ, જીવરાજભાઇ સહિત રાજકીય આગેવાનોએ ફુલહાર કરી ડો.આંબેડકરના જીવન કવનને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તસવીર-કે.ડી.વરૂ

સાવરકુંડલામાં કાનાણી ખાતે વૃદ્ધાશ્રમનાં પટાંગણમાં રાસગરબા મહોત્સવ યોજાયો
સાવરકુંડલામા કાનાણી નગર ખાતે આવેલ વૃદ્ધાશ્રમના પટાંગણમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભવ્ય રાસ ગરબા અને ભજન સંઘ્યાનો કાર્યક્રમ રખાયો હતો. માનવ મંદીર પાગલ આશ્રમના ભક્તિરામબાપુ તેમજ કલાકારોએ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. ભક્તિ બાપુના શિષ્યા મનીષા દીદી આયોજિત આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર ખાંભા એજન્ટ કમલેશભાઈ ત્રિવેદી રહ્યાં હતા. તસવીર- સૌરભ દોશી

દામનગરમાં કોમી એકતાનાં પ્રતિક સાથે રામનવમીની ઉજવણી કરાઇ
દામનગર |દામનગર રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અહી રામ ભગવાનની શોભાયાત્રા માર્ગો પર ફરી હતી. શોભાયાત્રાના રૂટમા હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ઠંડાપીણાના સ્ટોલ પણ ઉભા કરાયા હતા. બપોરબાદ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી યાત્રામા જોડાયા હતા. અહી રામજી મંદિરે મોટી સંખ્યામા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

રાજુલામાં 22 વર્ષથી સેવા આપનર કેમીસ્ટ એસો.નો વિદાય સમારોહ યોજવામાં આવ્યો
રાજુલામા કેમીસ્ટ એસોના મંત્રી તરીકે છેલ્લા 22 વર્ષથી સેવા આપનાર બીપીનભાઇ લહેરી કેમીસ્ટના વ્યવસાયમાથી નિવૃત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. એસોના પ્રમુખ બચુભાઇ ધાખડાએ તેમની કામગીરીને બિરદાવી હતી અને તેમનુ મોમેન્ટો, શાલ આપી બહુમાન કરાયુ હતુ. આ તકે ડો. ઇકબાલભાઇ, અસગરભાઇ, જયોતિન્દ્રભાઇ, રાજુભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. તસવીર-કે.ડી.વરૂ

બાબરામાં આંબેડકરની 128 મી જન્મ જયંતિની ઉજવણી કરાઇ
બાબરા |બાબરામા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની તાલુકા દલીત સમાજ દ્વારા ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા દલિત સમાજના અગ્રણી સોમાભાઈ બગડાના નિવાસસ્થાને યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સામાજીક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તસવીર- રાજુ બસીયા

બાબરાનાં છાત્રએ ધો. 7 માં 97 ટકા મેળવી કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યુ
બાબરાના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી મહેશભાઈ વાળાના પુત્ર યશરાજે શહેરમાં આવેલ જે,બી,એસ,ટી શાળામાં અંગ્રેજી માધ્યમમાં ધોરણ સાતમાં અભ્યાસ કરે છે. તેમણે વાર્ષિક પરીક્ષામાં ૯૭% મેળવી શાળા તેમજ કાઠી ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારતા સમાજના આગેવાનો અને શાળા સંચાલકો દ્વારા યશરાજને અભિનંદન પાઠવ્યા છે.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

અમરેલી જિલ્લા માટે

amrelibhaskar@gmail.com

અમરેલી જિલ્લા માટે

98250 43526 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

અમરેલી બ્યૂરો ઓફિસ : દિવ્ય ભાસ્કર કાર્યાલય ડો.જીવરાજ મહેતા ભવન, લાયબ્રેરીની બાજુમાં, અમરેલી.

કોટડાપીઠામાં દલિત સમાજ દ્વારા ડો. આંબેડકર જન્મ જ્યંતીની ઉજવણી
બાબરા |કોટડાપીઠા ગામે ડો. બાબા આંબેડકરની 128મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ડો. બાબા આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ દલિત સમાજના બાળકોને શિક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવાનોએ જહેમત ઉઠાવી હતી. તસવીર-ગીરીશ મહેતા

વિસાવદરનાં રીબડીયા પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવનનું આયોજન કરાયું
વિસાવદરના રીબડીયા પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવનનું આયોજન કરાયું હતું. બેન્ડવાજા સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી. જ્ઞાતિજનોએ સહપરિવાર સમુહ ભોજન લીધુ હતું.

બાંટવા ખાતે હિતવર્ધક કમિટીમાં સોરઠીયા પ્રજાપતિનાં નવા હોદ્દેદારોની નિમણુંક કરાઇ
બાંટવા ખાતે યોજાયેલ પ્રજાપતિ સમાજ હિતવર્ધક કમિટીમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે રામજીભાઇ શિંગડીયા, ઉપપ્રમુખ તરીકે નિલેશભાઇ, ખજાનચી સુરેશભાઇ, સહમંત્રી ભીખુભાઇ સવનિયા અને મંત્રી તરીકે કિશોરભાઇ કુકડીયાની વરણી કરાઇ હતી.

રાજુલામાં હનુમાન જયંતિ ઉજવાશે
રાજુલામા આવેલા કેસરીનંદન હનુમાનજીની જગ્યા ખાતે તા. 14ના રોજ હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરાશે. કેસરીનંદન હનુમાનજીની જગ્યા એટલે શહેરના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં સવારમાં પોતાના રોજગાર ધંધા માટે જતા વેપારીઓ અહીં દર્શન કરી અને ત્યારબાદ પોતાની દુકાનો ખોલે છે. હનુમાન જયંતિ નિમિત્તે બપોરના 12:30 મહાઆરતી અને મહાપ્રસાદનો આયોજન કરાયેલ છે. તસવીર- કે.ડી.વરૂ

બાબરામાં વિષ્ણુયાગ યજ્ઞ યોજાશે
નિલવડા રોડ પર આવેલ મુળાદાદાના મંદિરે આગામી આગામી તા. ૧૭ને બુધવારના રોજ રાજગોર બ્રહ્મસમાજના સમસ્ત તેરૈયા પરિવાર દ્વારા વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરાયુ઼ છે. યજ્ઞના આચાર્યે પદે સમીરભાઈ રવીયા દ્વારા વિધિ વિધાન સાથે વિષ્ણુ યાગ યજ્ઞ કરાવશે. બપોરે મહાપ્રસાદ, સાંજે ભગવાન સત્યનારાયણદેવની કથા, રાત્રીના સંતવાણીમાં કલાકાર દલસુખ પ્રજાપતિ સહિત કલાકારો રમઝટ બોલાવશે.

અન્ય સમાચારો પણ છે...