તળાજાથી અમરેલી-જુનાગઢની બસ બંધ કરાતા પડતી હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજાથી અમરેલી અને જુનાગઢની ઉપયોગી બસ શરૂ કરવા ધારાસભ્ય દ્વારા વિભાગીય નિયામકને રજુઆત કરાઇ છે. પાંચ તાલુકા અને અનેક ધર્મસ્થાનો ને જોડતી બસનો લાભ લેતા અસંખ્ય મુસાફરો

તળાજા એસ.ટી ડેપો શરૂ થયો તે પહેલા ની 30 વર્ષથી ઉતારૂ સેવા આપી ગોપનાથ-અમરેલી રૂટની અત્યંત ઉપયોગી બસને વારંવાર અનિયમિત કરીને બંધ કરી દેવામાં આવે છે. તે રૂટ વહેલી તકે નિયમિતરીતે શરૂ કરવામાં આવે તેવી તળાજાનાં ધારાસભ્ય કનુભાઇ બારૈયા એ તાજેતરમાં તળાજાના લોકપ્રશ્નો સાંભળ્યા બાદ એસ.ટી નાં ભાવનગર વિભાગીય નિયામકને રજુઆત કરેલ છે. ઉપરાંત તળાજાથી સવારે 7 કલાકે જુનાગઢ વાયા લીલીયાની સુવિધા વાળા રૂટ ને પણ શરૂ કરવા ભારપૂર્વક અનુરોધ કરેલ છે.

તળાજા ડેપો શરૂ થયા પહેલાની ગોપનાથ અમરેલી બસ અગાઉ તળાજા સવારે પોણા આઠે નિયમિત મળતી હતી. જે તળાજા, પાલીતાણા, ગારીયાધાર, દામનગર, અને લાઠી તાલુકામાંથી પસાર થઇ અમરેલી પહોંચતી આ રૂટ મોટા ગોપનાથ, બગદાણા રોડ, કાળભૈરવ (પાલીતાણા), વાલમરામ, કુંભનાથ મહાદેવ, ભુરેખીયા હનુમાન જેવા અનેક ધાર્મિક સ્થળો ને જોડતી હોઇ આ વિસ્તારનાં ઉતારૂઓ માટે ખૂબજ ઉપયોગી છે. જે વારંવાર અનિયમિત અને બંધ કરી દેવાથી લોકોની સુવિધા ઝુંટવાય છે. અને એસ.ટી ની સારી આવક પણ બંધ થાય છે. આ ઉપરાંત તળાજાથી સવારે 7 કલાકે તળાજાથી જુનાગઢ એકસ્પ્રેસ વાયા ગારીયાધાર, લીલીયા નાં રૂટ ની બસ માટે આ વિસ્તારનાં ઉતારૂ પ્રજાજનોની પણ માંગ છે. જે અંગે આ વિસ્તારની ઉતારૂ જનતા ની જરૂરીયાત અને સુવિધા ને ધ્યાને લઇને ગ્રામ્ય મુસાફરોની વારંવાર ની રજુઆતો ને એસ.ટી વિભાગ યોગ્ય પ્રતિસાદ આપે તેવી પ્રબળ લોક લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...