તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખતર ગ્રામપંચાયતને નોટિસ આપી છતાં નાળું બનતું નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર શહેરની સોસાયટી વિસ્તારને જોડતું નાળુ નવું બન્યાને આઠ મહિનામાં જ તૂટી પડયુ છે. અને પરિણામે આઠ મહિના પછી પણ તૂટેલું જેમનું તેમ હોવાથી સોસાયટી વિસ્તારનાં રહીશોમાં રોષની લાગણી ફેલાઇ છે.

લખતર શહેર પરથી પસાર થતા સ્ટેટ હાઇવેને શ્રીનાથજી સોસાયટી વિસ્તાર સાથે જોડતુ નાળુ જાન્યુઆરી-2018માં બન્યુ હતુ. પરંતુ આ નાળા પર માત્ર એક જ ડમ્પર ચાલવાથી આ નાળુ તૂટી ગયુ. તેમ છતાં તાલુકા પંચાયતએ આવા કામ સામે કોઈ જ પગલાં નહીં ભરતાં લખતરનાં તંત્રમાં નીચેથી લઈને ઉપર સુધી અધિકારીઓ પ્રજાનાં સુવિધાઓના કામને મહત્વ ન આપતા હોવાનો ગણગણાટ લખતર શહેરની જનતામાં થઇ રહ્યોછે. લખતરના રહીશ ધવલભાઈ, ધ્રુવભાઈએ જણાવ્યું કે આ નાળુ બન્યાને આઠ મહિનામાં જ તૂટી જવાથી અધિકારીઓ દ્વારા જેવું તેવું કામ ચલાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આ નાળાનાં કામ અંગે જિલ્લા વિકાસ અધિકારી પવનકુમાર બંસલને પણ મૌખિક રજુઆત કરવા છતાં પણ કાઈ ઉકેલ ન આવતા આ તો સરકારી અધિકારીઓને પ્રજાનાં સારા કામમાં રસ જ ન હોય તેવું હોવાનું જણાવ્યું હતું.આ અંગે લખતર ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વાય.એમ.રાવલે જણાવ્યું કે, આ અંગે ગ્રામપંચાયતને છ માસ પહેલા નોટીસ આપવા છતાં કોઇ પ્રત્યુત્તર આપ્યો નથી. અને નવુ નાળુ બનાવવાની મૌખીક રજૂઆત હજુ સુધી મળી નથી.

લખતર શહેરની સોસાયટીને જોડતુ તૂટેલા નાળુ.

અન્ય સમાચારો પણ છે...