તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

57 વર્ષથી કેન્સરગ્રસ્ત ગાયોની પણ સેવા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલામા પાછલા 57 વર્ષથી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંસ્થા સંચાલિત પુંજાબાપુ ગૌશાળા પાંજરાપોળ ખાતે રખડતી, અશકત, બિમાર ગાયોની સેવા ચાકરી કરવામા આવી રહી છે. હાલ અહી 600 ગાયોની સંભાળ લેવામા આવી રહી છે.

વર્તમાન સમયમા ગૌશાળા ચલાવવી કઠીન બન્યું છે. જો કે દાતાઓ અને સેવાભાવી લોકો આ કાર્યમા મદદ કરતા હોય હાલ આ સેવાકાર્ય ચાલી રહ્યું છે.

પુંજાબાપુ ગૌશાળામા લુલી લંગડી અને અશક્ત અને કેન્સર બિમારી સહિતની 600 ગાયો પશુધન આ સંસ્થા પાસે છે. એક પણ ગાય દૂધ આપતી નથી. તે ઉપરાંત આ સંસ્થા સેવાકીય પ્રવૃતિઓ પણ ખૂબ જ સારી રહી છે. પ્રત્યેક મહિને ગાયોના નીરણ ઘાસચારો, ખોળનો ખર્ચ ઉપરાંત વધારાનું દર માસે રૂપિયા 30 હજારનો પ્રતીક અન્ય ખર્ચ છે. આ ગૌશાળા સેવાકીય પ્રવૃત્તિથી ધમધમે છે. આ સંસ્થા ચલાવવી પણ જરૂરી છે ગૌ ભક્તો ગામડામાં વસતા ખેડૂત ભાઈઓ શહેરની તમામ સેવાભાવી સંસ્થાઓ તથા રાજુલાના ઉદ્યોગકારો કોન્ટ્રાક્ટરો વેપારીઓ તેમજ મુંબઈ વસતા આ વિસ્તારના દાતાઓ, ગૌપ્રેમી ભાઈઓના સહયોગથી આ સઘળુ કાર્ય ચાલી રહ્યું છે.

તે સિવાય આપણા ધાર્મિક તહેવારો દિવાળી, મકરસંક્રાંતિ નિમિત્તે પણ સંસ્થાને દાન મળી શકે છે. આવા કપરા અને વિકટ સંજોગોમા નવુ બળ મળે છે અને નવું તાકાત મળે છે તો આ ગાયના ચારા માટે વધુમા વધુ દાન મળે તેવી અપીલ કરવામાં આવી છે. દાન કલમ 80 કરમુક્ત છે. આપના તરફથી ભૂતકાળમાં પણ મળેલા સહકાર બદલ ટ્રસ્ટી મંડળ આપનો આભાર માને છે. તો આપ મકરસંક્રાતિ પહેલા અબોલ ગાય માટે ઘાસચારાની વ્યવસ્થા કરાવો તેવી કલ્યાણકારી સર્વોદય જીવદયા સંઘના આગેવાનો જયંતીભાઈ પટેલ, બકુલભાઈ વોરા, ભીખાભાઈ સુખડિયા વિગેરેએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો